Homeગુજરાતીગુજરાતસાણંદ નજીક એક કરોડની કિંમતના ઈંગ્લીશ દારૂ સાથે કન્ટેનર પકડાયું

સાણંદ નજીક એક કરોડની કિંમતના ઈંગ્લીશ દારૂ સાથે કન્ટેનર પકડાયું

અમદાવાદ, 25 ઓગસ્ટ, 2026 : Container seized with Indian-Made Foreign Liquor (IMFL) worth ₹1 crore. ભાવનગરના નકલી શરાબકાંડે 13 લોકોનો ભોગ લીધા બાદ ગુજરાતભરની પોલીસ દારૂની હેરાફેરી અને બુટલેગરો  સામે સક્રિય બની છે. ત્યારે સાણંદ જીઆઈડીસી પોલીસે સાણંદ-વિરમગામ હાઈવે પર એક કન્ટેનરને રોકીને તપાસ કરતા રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરના ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો સાયલાના સુદામડા ગામે લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  સાણંદ જીઆડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ હાઈવે પર કન્ટેનરને રોકીને તપાસ કરતા રૂપિયા 1.11 કરોડની 32,392 વિદેશી દારૂની બોટલો સાથે રાજસ્થાનનો ડ્રાઇવરને ઝડપી લીધો હતો. આ બનાવમાં અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ બનાવની વિગત એવી છે કે, પોલીસે સાણંદ–વિરમગામ હાઇવે પર વીરપુર પાટિયા પાસેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી કન્ટેનરમાંથી 1,200 જેટલા પેટીઓ પકડી પાડી. ₹1.11 કરોડની કિંમતની કુલ 32,392 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી. ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹1.36 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બાડમેરના ડ્રાઇવર કરતારામ મેઘવાલની ધરપકડ કરી છે. આ ટ્રક રાજસ્થાનનો છે જેમાં પંજાબથી દારૂ ભરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગરના ત્રણ રીસીવર હતા જે હાલ ફરાર છે. તમામ દારૂની બોટલમાં બારકોડ સ્ટીકર સાથે છેડછાડ કરવામાં આવી છે. દારૂ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પહોંચ્યો છે. ડ્રાઈવર આરોપીના સાત દિવસના રિમાન્ડ મળેલ છે. દારૂ લઈને ડ્રાઈવર સુરેન્દ્રનગરના સુદામડા પહોંચાડવાનો હતો. પોલીસે માલ મોકલનાર, કન્ટેનર માલિક અને ગુજરાતમાં દારૂ મંગાવનાર સુરેન્દ્રનગરના ત્રણ શખ્સો સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે  સુરેન્દ્ર યાદવ (અજમેર), મેહરારામ (બાડમેર) અને સુરેન્દ્રનગરના દેવેન્દ્ર બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular