Homeગુજરાતીગુજરાતઅમરેલીમાં રૂપિયા 634 કરોડના સાયબરફ્રોડનો પડદાફાશ, 6 આરોપીની ધરપકડ

અમરેલીમાં રૂપિયા 634 કરોડના સાયબરફ્રોડનો પડદાફાશ, 6 આરોપીની ધરપકડ

અમરેલી, 9 સપ્ટેમ્બર, 2026 : Cyber fraud worth Rs 634 crore exposed, 6 accused arrested ગુજરાતમાં કરોડો રૂપિયાના કથિત સાયબર ફ્રોડ કેસમાં અમરેલી પોલીસે 6 આરોપીને દબોચી લીધા છે. લોકોને ‘SD Pay’ અર્થાત ‘Apna Pay’ નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા  ઊંચા વળતર અને રેફરલ બોનસની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી. આ અંગે ફરિયાદો મળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ASP જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ ખાસ SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરત, મહેસાણા અને ગાંધીનગરથી આ કૌભાંડમાં સંકળાયેલા 6 જેટલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 634 કરોડના સાયબર ફ્રોડનો પડદાફાશ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતના સૌથી મોટા કરોડો રૂપિયાના ફ્રોડ નેટવર્કનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. SD Pay અને અપના પે નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને સાયબર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાતના લાખો રોકાણકારો સાથે 635 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે અને પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય ફરિયાદી એક પોલીસકર્મીની પત્ની છે.

સાયબર ફ્રોડ આરોપીઓએ લોકોને ઠગવા માટે એસ.ડી. હબ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપાય ડીજી જેવી કુલ 7 બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના અલગ અલગ 15 બેંક ખાતાઓમાં 635 કરોડ રૂપિયાથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. આ મામલે પોલીસ અધિકારી  જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે અને તપાસ શરૂ કરાઈ છે. આ સાયબર કૌભાંડના તાર ગુજરાત રાજ્યમાં ચારે તરફ ફેલાયેલા છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સુરત સહિતના મહાનગરોમાં સૌથી વધુ નાના રોકાણકારો આ ઠગાઈનો ભોગ બન્યા છે. આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને પ્લે સ્ટોર પર મૂકી હતી, જેના કારણે 10 લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સથી લગભગ પોણા બે લાખ લોકોને આ નેટવર્કમાં જોડ્યા હતા. આ સિવાય, NCCAP પોર્ટલ પર પણ આ કંપનીઓના ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી 83 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular