અમદાવાદ, 3 મે 2026: Cyber fraudsters extort Rs 8.50 lakh by sending APK file શહેરના વટવા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝને બેન્કની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા માટે ઓનલાઇન બેન્કનો સંપર્ક કર્યો હતો ત્યારે ઠગોએ બેંકના અધિકારી તરીકે વાત કરીન સિનિયર સિટિઝનને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા સિનિયર સિટિઝનના મોબાઇલનો કન્ટ્રોલ ઠગ પાસે જતો રહ્યો હતો. ત્યારબાદ ઠગોએ સિનિયર સિટિઝનના ખાતામાંથી 8.50 લાખ ઉઠાવી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વટવા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સિનિયર સિટિઝન નિવૃત જીવન વિતાવે છે. તેના દીકરીની સગાઈ કરાવવાની હોવાથી બેંકની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા સિનિયર સિટિઝને ઓનલાઇન બેન્કનો નંબર મેળવીને સંપર્ક કર્યો હતો. ઓનલાઇન નંબર મેળવતા તે નંબર બેન્કનો નહતો. પણ સાયબર ઠગનો હતો. ઠગોએ બેંકના અધિકારી બનીને સિનિયર સિટિઝન સાથે વાતચીત કરી હતી. સિનિયર સિટિઝનને બેંકના અધિકારી બનીને APK ફાઇલ મોકલી હતી. સિનિયર સિટિઝને APK ફાઇલ ડાઉનલોડ કરતા તેમના મોબાઇલનું એક્સેસ મેળવું લીધી હતું. મોબાઈલ એક્સેસ મેળવીને બેંકના પાસવર્ડ જાણી લીધા હતા. જે બાદ ઠગોએ સિનિયર સિટિઝનની જાણ બહાર 2 લાખ રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કરીને 8 લાખ અને બીજા 50 હજાર એમ કુલ 8.50 લાખ ઉઠાવી લીધા હતા. સિનિયર સિટિઝનને જાણ થતા તેમણે પાસવર્ડ બદલી નાખ્યો હતો. સિનિયર સિટિઝને આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


