Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સરદારનગરમાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

અમદાવાદના સરદારનગરમાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

  • કાર ચાલકની ટક્કરથી ત્રણ ટુ વ્હીલર કારની નીચે આવી ગયા,
  • પોલીસે કાર ચાલકની ધરપકડ કરી,
  • અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદઃ શહેરમાં રાતના સમયે નશાની હાલતમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરદારનગરમાં બન્યો છે. શહેરના સરદાનગર નજીક કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં ત્રણ વાહનોને અડફેટે લેતા ત્રણ ટુ વ્હીલર કારની નીચે આવી ગયા હતાં. અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે સોમવારે સાંજના સમયે સૂરજ ગાવલે નામનો યુવક દારૂ પીધેલી હાલતમાં સ્વિફ્ટ કાર લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન સૂરજે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા. દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરતા 3 ટુ-વ્હીલરો કાર નીચે આવી ગયા હતા. અકસ્માતમાં કરણ મકવાણા નામના યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

આ અકસ્માતના બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. G ડિવિઝન પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોધી કાર ચાલક સૂરજ ગાવલેની ધરપકડ કરી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કરણ મકવાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img