અમદાવાદ, 30 જુન, 2026 : Farmer leader Shailesh Mer was fatally attacked જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત નેતા અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ શૈલેષ મેરનું બે અજાણ્યા શખસો દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલુ કારે છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ મેરને હાથના ભાગે 18 ટાંકા આવ્યા છે. આ બનાવથી ખેડૂતોએ એકઠા થઈને હુમલાખોરોને પકડવા પોલીસ સમક્ષ માગ કરી હતી.
સાણંદના ડરણ ગામમાં આશરે ₹77 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઇન નાંખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. ખેતરોમાંથી લાઇન પસાર કરવાના આ મુદ્દે સ્થાનિક ખેડૂતો છેલ્લા 10 દિવસથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.દરમિયાન આંદોલનના 10મા દિવસે એટલે કે, 28 જૂન ને રવિવારે સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને સાણંદ APMCના ચેરમેન ખેંગારભાઈએ ખેડૂત છાવણીની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. કે. પાઈપલાઈન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને હાલમાં જે ખોદાણ થયું છે તે પૂરી દેવાની ખાતરી આપતાં આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી. જો કે, આ સમાધાન સમયે ખેડૂત આગેવાન શૈલેષ મેર અને પિન્ટુભાઈએ આ અંગે લેખિત બાહેંધરી માગી હતી. જેને લઈને રકઝક થતાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ બાબતને લઈને ધારાસભ્ય અને ચેરમેન સાથે વિવાદ સર્જાયો હતો.
આ અંગે શૈલેષ મેરના કહેવા મુજબ મારા મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખસોના ફોન આવ્યો હતો. ફોન કરનારે “તમે બહુ સારું અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છો” તેમ કહીને મારા વખાણ કર્યા હતા અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી ગઈ કાલે સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ હું બાવળાથી પશુઓ માટે ખોળ ખરીદીને બાઈક પર પોતાના ઘરે કેરાળા પરત ફરી રહ્યો હતો, ત્યારે બે અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા.દરમિયાન હું બાઈક પાર્ક કરીને કેરાળા-નળસરોવર રોડ પર આવેલી એક હોટેલ પાસે પહોંચ્યા ત્યારે, નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર લઈને આવેલા શખસોએ મને કહ્યું, “ગાડીમાં બેસી જાવ, આપણે નાસ્તો કરીને આવીએ. હું ગાડીમાં પાછળની સીટ પર બેઠો કે તરત જ તેમણે મારી બોચી પકડી લીધી હતી. મેં મારો બચાવ કરવા માટે ગાડીનું સ્ટીયરિંગ પકડી લીધું, જેના કારણે હુમલાખોરોએ મા રા હાથ ઉપર ચાકુથી ઘા માર્યા. હુમલા દરમિયાન કાર ધીમી પડતાં જ હું દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યો અને મારો જીવ બચાવ્યો હતો.
પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. કેરાળા જીઆઈડીસી પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરવા, હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા અને કાવતરાખોરો સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.


