1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસા પંથકમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા
ડીસા પંથકમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા

ડીસા પંથકમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા

0
Social Share

ડીસા, 25 માર્ચ 2026: Clouds covered the sky ગુજરાતમાં ચાર-પાંચ દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં જ ફરીવાર આજે સવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  જેમાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પૂર્વે થયેલા માવઠા અને વાવાઝોડાની અસર હજુ શમી નથી ત્યાં ફરી એકવાર આકાશમાં વાદળો છવાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. વહેલી સવારથી જ સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયેલા રહ્યા હતા અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું. જોકે બપોરે વાદળો વિખરાઈ જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

હવામાનના આગાહીકારોએ આગામી 2થી 3 દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ડીસા તાલુકાના ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના ડીસા સહિત ઘણા વિસ્તારોમાં વાદળો ગોરંભાતા સુર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા. ખેડૂતોના કહેવા મુજબ  જો આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ (માવઠું) પડે તો તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે. અગાઉના કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલાથી જ આર્થિક ફટકો સહન કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કુદરતી આફતની શક્યતાએ તેમની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં ખેડૂતો પળેપળ બદલાતા હવામાન પર સતત નજર રાખી રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code