Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં જાહેર માર્ગો પરના દબાણો હટાવવા GMC દ્વારા ઝુબેશ

ગાંધીનગરમાં જાહેર માર્ગો પરના દબાણો હટાવવા GMC દ્વારા ઝુબેશ

ગાંધીનગર, 25 જુન, 2026 : Campaign to remove pressure on public roads  શહેરના રોડ-રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ હાથ ધરાવામાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકડી સુધીના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પર લાંબા સમયથી ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ સંયુક્ત ડ્રાઈવમાં ડીમાર્ટ, ચાયવાલે સહિત 3 મોટા કોમ્પ્લેક્ષોને નોટિસ ફટકારી 100થી વધુ નડતરરૂપ સામાન જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરને ટ્રાફિક અને દબાણ મુક્ત કરવા મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ, ટાઉન પ્લાનિંગ શાખા, સેનીટેશન શાખા અને ટ્રાફિક પોલીસે સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કડક કાર્યવાહી કરી હતી. મ્યુનિની ઝૂંબેશથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ઝુંબેશ દરમિયાન સરગાસણ હાઈવે પર આવેલા હાઈપ્રોફાઈલ અને પ્રતિષ્ઠિત કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં મોટાપાયે નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. શ્રીજી સિગ્નેચર, ધ પ્લુટસ, સિનર્જી સ્પેસ, પ્રમુખ સ્ક્વેર, કેપીટલ આઈકોન અને પ્રમુખ આયન જેવા મોટા બિલ્ડિંગોના વેપારીઓએ સામાન્ય નાગરિકોના પાર્કિંગ અને ફૂટપાથની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ બદલ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સ્પોટ પર જ ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ડી-માર્ટ, ચાયવાલે તથા પ્રમુખ આયન સહિત કુલ ત્રણ મોટા કોમ્પ્લેક્સોને કાયદેસરની કારણદર્શક નોટિસ પાઠવવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરોના પાર્કિંગ એરિયામાં સામાન્ય નાગરિકોની અવરજવર માટે નડતરરૂપ બનતો તમામ માલસામાન તંત્ર દ્વારા સ્થળ પરથી હટાવી દેવાયો હતો. આ કડક ડ્રાઈવ અંતર્ગત એસ્ટેટ શાખા દ્વારા સપાટો બોલાવીને સ્થળ પરથી 8 લારી-ગલ્લા, 14 નંગ નાના-મોટા કાઉન્ટર, 9 ટેબલ અને 30 ખુરશીઓ સહિતનો 100થી વધુ નડતરરૂપ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તત્વો સામે પણ સેનિટેશન શાખા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર જ રૂપિયા 7,750નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Most Popular