ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : Gujarat Gyanguru Quiz’ and ‘Service First Innovation Challenge’ launched કેન્દ્ર-રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા, વડાપ્રધાનની છેલ્લા ૨૫ વર્ષની સેવા અને સમર્પણની વિકાસયાત્રા તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા હરણફાળ વિકાસને જન-જન તેમજ યુવા જગત સુધી પહોંચાડવા માટે જ્ઞાન અને ગમ્મત સાથેની અનોખી સ્પર્ધાઓનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ અને સ્પર્ધકોને આ અવસરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળમાં અભ્યાસ અને કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આ ઉત્તમ અવસર છે. વિદ્યાર્થીઓ પોતે સરકારી યોજનાઓની માહિતી મેળવે અને પોતાના પરિવાર, મિત્રો તથા આસપાસના નાગરિકોને જે યોજનાનો લાભ મેળવવા પાત્ર હોય તેનો લાભ અપાવે તે પણ એક મહત્વપૂર્ણ સેવા છે.
તેમણે કહ્યું કે, ઘણી વખત નાગરિકો સરકારી યોજનાઓ વિશે જાણતા હોવા છતાં તેનો લાભ મેળવવાની પ્રક્રિયા કે પાત્રતા અંગે પૂરતી માહિતીના અભાવે લાભથી વંચિત રહી જાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ‘યોજના દૂત’ બનીને જરૂરિયાતમંદ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડી શકે છે.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં G3Qમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝની પરિકલ્પનામાં જ્ઞાન સાથે શિક્ષણ, સ્પર્ધા અને સરકારી યોજનાઓના લાભો અંગે જાગૃતિનો સમન્વય રહેલો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
જ્ઞાન, ટેકનોલોજી અને સેવાના ત્રિવેણી સંગમ થકી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો રહ્યો છે, તેમ જણાવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ રાજ્યના યુવાનોની જ્ઞાન શક્તિ, સર્જનાત્મકતા અને ઉત્સાહને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા સાથે જોડવાનો એક સબળ પ્રયાસ છે.
G3Q 2026 શું છે?
‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)’ એ રાજ્યના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ, કૉલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મુકાઈ છે, જે તાલુકા/મહાનગરપાલિકા, જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષા એમ ૩ સ્તરે યોજાશે. કુલ ૮ અઠવાડિયા સુધી ચાલનારી આ ક્વિઝ દર રવિવારથી શુક્રવાર સવારે ૮:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન રમી શકાશે. સ્પર્ધકો માટે રૂ. ૧૧ કરોડથી વધુના રોકડ પુરસ્કારો રાખવામાં આવ્યા છે,


