1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક સભાખંડને બદલે રિસોર્ટમાં મળતા હોબાળો
હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક સભાખંડને બદલે રિસોર્ટમાં મળતા હોબાળો

હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક સભાખંડને બદલે રિસોર્ટમાં મળતા હોબાળો

0
Social Share

હિંમતનગર, 27 ફેબ્રુઆરી 2026: Himmatnagar Municipality budget meeting held at resort શહેરની નગરપાલિકાના સત્તાધિશો પ્રજાની તિજોરીના ટ્રસ્ટી ગણાય એટલે પ્રજાએ ટેક્સ થકી આપેલા નાણાનો ઉપયોગ કરકસરથી અને માત્ર વિકાસના કામોમાં જ કરવો જોઈએ પરંતુ નગરપાલિકાના સત્તાધિશોએ બજેટની બેઠક મ્યુનિના સભાખંડમાં કરવાને બદલે શહેરથી દૂર રિસોર્ટમાં કરતા શહેરીજનોમાં વિરોધ ઊભો થયો છે. નગરપાલિકાનું 2026-27ના વર્ષનું બજેટ રજૂ કરવા માટે શહેરના સભાખંડને પડતો મૂકી, શહેરથી 35 કિલોમીટર દૂર એક આલીશાન ખાનગી રિસોર્ટની પસંદગી કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે.

હિંમતનગર નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું બજેટ તૈયાર કરવા માટે એક ખાનગી રિસોર્ટ બુક કરાવ્યો છે. આ રિસોર્ટના એક દિવસનું ભાડું અંદાજે રૂપિયા 28,500 રૂપિયા હોવાનું કહેવાય છે. મિટિંગ હોલની સુવિધા સાથે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અલગથી ચાર્જ થશે. નગરપાલિકાના પ્રમુખ, હોદ્દેદારો અને કર્મચારીઓ નગરપાલિકાની કચેરી છોડીને રિસોર્ટના મહેમાન બન્યા હતા.

હિંમતનગરના શહેરીજનો ટેક્સ ભરી રહી છે અને પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહી છે, ત્યારે સત્તાધિશોની આ પ્રકારની સાહ્યબી સામે લોકો આકરા સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોમાં રોષ છે કે, સામાન્ય માણસના ખિસ્સામાંથી ટેક્સ પેટે લેવાતા નાણાંનો ઉપયોગ શહેરના રસ્તા, પાણી કે સફાઈ માટે થવો જોઈએ, નહીં કે નેતાઓના જલસા માટે.  વિરોધ પક્ષ અને જનતાના આક્રોશ છતાં નગરપાલિકાના સત્તાધીશો પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહ્યા છે. કેટલાક કોર્પોરેટરોએ ખાનગીમાં વિરોધ નોંધાવ્યો હોવા છતાં, બહુમતી સભ્યો આ ‘રિસોર્ટ પોલિટિક્સ’ અને વૈભવી બેઠકનો હિસ્સો બન્યા હતા. હિંમતનગરના રાજકીય આલમમાં આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code