1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં સોફાના કારખાનામાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિને બહાર કઢાયો
રાજકોટમાં સોફાના કારખાનામાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિને બહાર કઢાયો

રાજકોટમાં સોફાના કારખાનામાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિને બહાર કઢાયો

0
Social Share

રાજકોટ, 17 જુલાઈ 2026 : Massive fire breaks out at a sofa factory  શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક આવેલા એક સોફા બનાવવાના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું તેની લપેટમાં આવી ગયું હતું અને વિકરાળ આગને લીધે હુડકો ચોકડી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન કારખાનાના ટોયલેટમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આગના આબનાવની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક આવેલા એક સોફા બનાવવાના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી ગયું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે 10:14 વાગ્યે કોલ મળતાની સાથે જ નજીકના કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. ફાયર વિભાગની 2 ગાડી દ્વારા તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.  દરમિયાન કારખાનાની અંદર એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે અત્યંત બહાદુરીપૂર્વક ધુમાડાની વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો હતો. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે, ફસાયેલો વ્યક્તિ શૌચાલય (ટોયલેટ)માં ભરાઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમે તે વ્યક્તિને ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code