1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં AC-લાઈટો બંધ થતાં પ્રવાસીઓ પરેશાન થયા
વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં AC-લાઈટો બંધ થતાં પ્રવાસીઓ પરેશાન થયા

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં AC-લાઈટો બંધ થતાં પ્રવાસીઓ પરેશાન થયા

0
Social Share

વડોદરા, 18 મે 2026: Passengers were disturbed as AC lights went off on IndiGo flight  શહેરના એરપોર્ટ પર દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પ્રવાસીઓ બેસી ગયા બાદ ફ્લાઈટમાં ટેકનિકલ ખામીને લીધે વીજ પુરવઠો ખોરવાતા એસી અને લાઈટ્સ બંધ થતાં અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રવાસીઓ એસી બંધ થતાં ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. તમામ લોકો હાથમાં પૂંઠા અને ફાઇલથી પવન નખાતા નજરે પડ્યા હતાં.

વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં ટેકનિકલ ખામીને લીધે વીજ પુરવઠો ખોરવાતા એસી અને લાઈટ્સ બંધ થતાં અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઇટમાં સવાર પ્રવાસીઓ રાત્રે 08:50 વાગ્યાથી લઈને 09:15 વાગ્યા સુધી  અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી હોવાના કારણે વ્યાકુળ બનેલા પ્રવાસીઓ પોતાના હાથમાં રહેલા પૂંઠા, ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિનો વીડિયો એક પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે.

વડોદરા એરપોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટનું જીપીયુ (Ground Power Unit) કોઈ ટેકનિકલ કારણોસર અચાનક બંધ થઈ ગયું હતું, જેના લીધે આ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code