1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાતમાં આજે મંગળવારે 8 તાલુકામાં વરસાદ, અન્ય વિસ્તારોમાં ઉકળાટ વધ્યો
દક્ષિણ ગુજરાતમાં આજે મંગળવારે 8 તાલુકામાં વરસાદ, અન્ય વિસ્તારોમાં ઉકળાટ વધ્યો

દક્ષિણ ગુજરાતમાં આજે મંગળવારે 8 તાલુકામાં વરસાદ, અન્ય વિસ્તારોમાં ઉકળાટ વધ્યો

0
Social Share

ગાંધીનગર, 23 જુન, 2026 : Rain in 8 talukas  નૈઋત્યનું ચોમાસાનું ગુજરાતમાં હજુ વિધિવત આગમન થયુ નથી ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં વલસાડ, વાપી, નવસારી, કપરાડા,જલાલપોર ગણદેવી જેતપુર પાવી, અને નાના પોંઢામાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1.85 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં પ્રિ-મોન્સૂન વાદળો અને પવનોની બદલાતી દિશા વચ્ચે તાપમાનમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે લોકોને બફારા અને ગરમીથી થોડી રાહત મળી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  હજુ પણ ગરમી સાથે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારથી વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ છે, તો બીજી તરફ તાપમાનનો પારો ઊંચો રહેતાં અસહ્ય બફારો યથાવત્ છે. લોકો રાત્રે પણ અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે, 25 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે મેઘરાજા તબાહી મચાવશે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે પૂરની સ્થિતિ સર્જાશે. 7 જુલાઈ પછી રાજ્યના તમામ નદી-નાળા છલકાઈ જશે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 3 થી 4 ઈંચ જેટલો ભારે વરસાદ પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code