રાજકોટ, 19 ઓગસ્ટ, 2026 : RMC Food Department inspection: 53 kg of unfit food stock destroyed. શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ફુડ વિભાગના અધિકારીઓને ચેકિંગ દરમિયાન અલગ અલગ 37 પેઢીઓમાંથી 53 કિલો અખાદ્ય તેમજ વાસી જથ્થાને નાશ કર્યો હતો. ઉપરાંત જુદી-જુદી 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડીશનને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કુલ રૂ. 6,500નો દંડ ફટકારીને 12 ફરાળી પેટીસ અને લોટના નમૂના લેવામાં આવ્યા હતા.
શહેરમાં શ્રાવણ માસ દરમિયાન નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં ઉપવાસ-એકટાણા કરવામાં આવતા હોય છે, જેને લીધે ફરાળી અને અન્ય ખાદ્ય ચિજ-વસ્તુઓનું વધારે વેચાણ થતું હોય છે. કેટલાક વેપારીઓઓ વધુ નફો મેળવવાની લાલચમાં ખાદ્ય-ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને તેમને શુદ્ધ ફરાળી સામગ્રી મળી રહે તે હેતુથી મ્યુનિના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક સર્વેલન્સ અને ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમો, અને તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી કે ફરાળી રો-મટિરિયલની ચકાસણી કરવામાં આવી હતી.
આરએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ 37 જેટલી પેઢીઓમાં સઘન સઘન ચકાસણી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને ગંદકી ધરાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન જુદી જુદી પેઢીઓમાંથી કુલ મળીને અંદાજિત 53 કિલો અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તપાસ દરમિયાન ક્ષતિઓ જણાઈ આવતા 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ, હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ નિયમોના ભંગ બદલ રૂ. 6,500 નો વહીવટી ચાર્જ કરી કુલ 12 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.


