રાજકોટ, 19 ઓગસ્ટ, 2026 : Two accused arrested with 204 kg of ganja. શહેર એસઓજી પોલીસે બાતમીને આધારે અમદાવાદ તરફ જતા હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી ટ્રક નંબર જીજે.03.બીવી.5112ને અટકાવી તલાસી લેતા એક કરોડથી વધુ કિંમતના 204 કિલો ગાંજાના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે શખસોની ધરપકડ કરી મુખ્ય સપ્લાયર સહીત બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બન્ને આરોપીની પુછતાછ કરતાં બંનએ કબૂલાત આપી હતી કે તેઓ પોતે બંને ડ્રાઇવીંગ કામ કરે છે. આ ગાંજાનો જથ્થો ઓસ્સિાથી મુળ રાજકોટના મોરબી રોડ પર મોમાઇ હોટેલ પાછળ હડાળા ગામે રહેતાં અમિત ઉર્ફે ગુરખાએ ભરી આપ્યો હતો.
આ અંગે માહિતા આપતા રાજકોટ જેસીપી ચૈતન્ય મંડલીકએ જણાવ્યું હતું કે, શહેર એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની ટીમ દ્વારા બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી ટ્રક નંબર જીજે.03.બીવી.5112ને અટકાવી તલાસી લેતા સ્ટીલના પાઇપનો મોટો જથ્થો જોવા મળ્યો હતો જેની આડમાં ગાંજાનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે ટ્રકચાલક અને ક્લીનરને નામ પૂછતાં તેમને મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ ઉર્ફે કડીબાપુ સરવદી (ઉ.વ.26) તથા અરબાઝ સલીમભાઇ સંધી (ઉ.વ.27) જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં સ્ટીલના પાઇપની પાછળ અલગ અલગ કલરના બાચકાઓ હતાં જે બાચકાઓ ખોલીને જોતાં કુલ 9 બાચકામાંથી સેલોટેપ ચોટાડી પાર્સલ બનાવેલા જોવા મળ્યા હતાં જે તમામ 99 પાર્સલ ખોલીને જોતાં અંદરથી વનસ્પતિ જન્ય ડાળખા પાંદડાનો જથ્થો મળી આવતા FSLની મદદ લઇ તપાસ કરતા આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 1.04 કરોડ કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી ટ્રક ચાલક અને સાથેના શખસની પુછતાછ કરતાં બંનએ કબૂલાત આપી હતી કે તેઓ પોતે બંને ડ્રાઇવીંગ કામ કરે છે. આ ગાંજાનો જથ્થો ઓસ્સિાથી મુળ રાજકોટના મોરબી રોડ પર મોમાઇ હોટેલ પાછળ હડાળા ગામે રહેતાં અમિત ઉર્ફે ગુરખાએ ભરી આપ્યો છે. તે પણ સાથે હતો પરંતુ ચોટીલા આસપાસ ઉતરી ગયો હતો જયારે આ ગાંજો જંગલેશ્વર વિસ્તારના રમિઝ ઉર્ફે માયો રજાકભાઇને પહોંચાડવાનો હતો. આ કબુલાતને આધારે પોલીસે ફરાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


