Homeગુજરાતીગુજરાતખાનગી શાળાઓમાં અનામત નીતિના અમલ સાથે નિયમોને આધારે ભરતી કરવી પડશે

ખાનગી શાળાઓમાં અનામત નીતિના અમલ સાથે નિયમોને આધારે ભરતી કરવી પડશે

અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2026 : Recruitment in private schools will have to be done with the implementation of reservation policy ગુજરાત વિધાનસભામાં માધ્યમિક શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી,પારદર્શિતા, સર્વસમાવેશક અને કાર્યક્ષમતા વધારવા માટેના ઉમદા હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨માં સુધારા વિધેયક’ને મંજુરી આપવામાં આવી છે. જેથી હવે  અનુદાનિત(ગ્રાન્ટેડ) અને સંપૂર્ણ ખાનગી (નોન-ગ્રાન્ટેડ) શાળાઓની સ્પષ્ટ કાનૂની વ્યાખ્યાઓથી વહીવટી ગૂંચવણો દૂર થશે અને બોર્ડનું નિયંત્રણ વધુ અસરકારક બનશે. સંપૂર્ણ ખાનગી (નોન-ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર અને બિન-શૈક્ષણિક સ્ટાફની માત્ર લાયકાત (Qualification) રાજ્ય સરકાર દ્વારા નિયમોથી નક્કી કરવામાં આવશે. અને સ્ટાફની ભરતીમાં હવે રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨માં સુધારા વિધેયક’ને મંજુરી આપવામાં આવી છે. આ વિધેયકની જોગવાઈઓ મુજબ  સ્પેશિયલ એજ્યુકેટર’ની નવી કાનૂની જોગવાઈ મુજબ ભરતી થશે જેનાથી રાજ્યના દિવ્યાંગ અને વિશેષ જરૂરિયાતવાળા બાળકોને સમાન શૈક્ષણિક તકો અને નિષ્ણાંત શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.  તેમજ નોંધાયેલી સરકારી સહાયિત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર અને બિન-શૈક્ષણિક સ્ટાફની લાયકાત, કાર્યપદ્ધતિ અને પસંદગી પદ્ધતિ રાજ્ય સરકાર દ્વારા નિયમોથી (by rules) નક્કી કરવામાં આવશે.

સંપૂર્ણ ખાનગી (નોન-ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર અને બિન-શૈક્ષણિક સ્ટાફની માત્ર લાયકાત (Qualification) રાજ્ય સરકાર દ્વારા નિયમોથી નક્કી કરવામાં આવશે. અને સ્ટાફની ભરતીમાં હવે રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારીઓ અને નિયમભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે;  જેમાં (૧)  જો સંચાલક અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગેરકાયદેસર રીતે આચાર્ય કે શિક્ષકની નિમણૂક કરે તો અગાઉ માત્ર ૧,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે નવા સુધારા મુજબ આ જોગવાઈનું ઉલ્લંઘન કરનારને રૂપિયા દસ લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેનાથી સમગ્ર રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શક અને સરળ બનશે.  (૨) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોંધણી થયા સિવાય કોઈપણ શાળા શિક્ષણ આપી શકશે નહી એવી જોગવાઈ છે. અગાઉ આ જોગવાઈનો ભંગ કરનારને માત્ર ૧ લાખથી ૨ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. પરંતુ નવી કડક જોગવાઈ મુજબ કસૂરવારને ઓછામાં ઓછા એક વર્ષની અને વધુમાં વધુ બે વર્ષની કેદ અથવા ૧૦ લાખ થી ૧૫ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંનેની શિક્ષાનું પ્રાવધાન કરવામાં આવેલ છે. આ પ્રાવધાનથી રાજ્યમાં અમાન્ય શાળાઓ ચાલશે નહી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular