1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા
ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા

ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા

0
Social Share

અમદાવાદ, 15 જુન, 2026 : Robbers robbed a couple  જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામે ગત મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4 હથિયારધારી લૂંટારૂ શખસોએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ  દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,10,500ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને લૂંટારૂ શખસોનું પગેરૂ મેળવવા ડોગસ્વોર્ડ અને હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે,  ધોળકા તાલુકાના કોઠ ગામે રહેતા સંજયસિંહ રાઠોડના ઘરમાં મોડી રાત્રે ત્રાટકેલા હથિયારધારી ચાર લૂંટારૂઓએ આતંક મચાવ્યો હતો. લૂંટારૂઓએ ફરિયાદી સંજયસિંહ અને તેની પત્નીના ગળા પર મુકીને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ દંપતી પ્રતિકાર ન કરે તે માટે તેને શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટ ચલાવ્યા બાદ બદમાશોએ દંપતી બહાર ન નીકળી શકે તે માટે તેને સાડી વડે બાંધી દીધા હતા. શાતિર લૂંટારૂઓ પોતાની ઓળખ છુપાવવા અને પોલીસ પકડથી બચવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા પણ તોડી નાખ્યા હતા. લૂંટારૂઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 90,000 રોકડા અને આઇફોન સહિત 3 મોંઘા મોબાઇલ મળી કુલ 2 10,500 રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.

લૂંટનો ભોગ બનનાર દંપતીએ કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા લૂંટ કેસની ગંભીરતાને જોતાં ધોળકા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી, મંકી ટોપી પહેરીને આવેલા ચારેય અજાણ્યા લૂંટારૂઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code