1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ
સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ

સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ

0
Social Share

સુરત,  29 મે, 2026 : Silent rally of Jain community જૈન સમાજના સાધુ-સંતો સાધ્વીજીઓ વહેલી સવારે પગપાળા વિહાર કરતા વાહન અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામી રહ્યા છે. તાજેતરમાં ચોટિલા પાસે હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રેવા નજીક પણ આવો જ બનાવ બન્યો હતો. દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલી યોજાઈ હતી. આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક અને વિશેષ કાયદો બનાવવાની તેમજ અકસ્માત સર્જનારા દોષિતોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા સખત સજા અપાવવાની માંગ કરવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોના હાઈવે પર વિહાર કરી રહેલા જૈન સંતો સાથે હિટ એન્ડ રનની અને જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં બનેલી બે મોટી ઘટનાઓએ સમગ્ર જૈન શાસનને હચમચાવી દીધું છે, જેને કારણે સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતા સુરત મેટ્રોપોલિટન વિસ્તારના તમામ જૈન સંગઠનો અને ચારેય ફિરકાઓ આ મુદ્દે એક થઈ ગયા હતા. સવારે નવ વાગ્યે શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરીને એકત્રિત થયા હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત અહિંસાને વરેલો આ સમાજ કોઈપણ પ્રકારની નારાબાજી કે ઘોંઘાટ વગર, અત્યંત શિસ્તબદ્ધ રીતે મૌન પાળીને આગળ વધ્યો હતો. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂ થઈને અઠવાલાઈન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ  સાધુ-સંતોની સુરક્ષાની માંગ કરતા બેનરો અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા.

સુરત જૈન સમાજના અગ્રણી હિતેશકુમાર જૈને જણાવ્યું હતું કે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એવા ક્ષેત્રોમાં ટાર્ગેટ કરીને ષડયંત્ર રૂપે જૈન સાધ્વીઓ, સાધુ ભગવંતોની હત્યા કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે. રેવા અકસ્માતના આરોપીઓ ભલે પકડાઈ ગયા હોય, પણ તેની પાછળ રહેલા મુખ્ય ષડયંત્રકારીઓનો પર્દાફાશ થવો જરૂરી છે. ચોટીલામાં પંન્યાસ ઓમકારશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની જે એક્સિડન્ટ રૂપે પણ હત્યા થઈ છે, એ પણ ખૂબ નિંદનીય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code