1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈસરથી વધુ 3નાં મોત, કૂલ મૃત્યુઆંક 9 થયો
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈસરથી વધુ 3નાં મોત, કૂલ મૃત્યુઆંક 9 થયો

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈસરથી વધુ 3નાં મોત, કૂલ મૃત્યુઆંક 9 થયો

0
Social Share

જામનગર, 11 ઓગસ્ટ 2026 : Three more deaths due to Chandipura virus  જિલ્લામાં કેટલાક બાળકોમાં ચાંદીપુરા રોગના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગે સતર્ક બનીને કામગીરી શરૂ કરી દીધી છે. છેલ્લા બે દિવસમાં ત્રણ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં હજપ બે બાળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જિલ્લાના ધ્રોલ પંથકના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનું ચાર દિવસ પહેલા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળકના સેમ્પલનો રિપોર્ટ હાલ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જોકે રાહતના સમાચાર એ છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના અન્ય તમામ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે શહેરની જી.જી. હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાં પસાયા અને ધ્રોલ પંથકના વધુ બે બાળકો ઉમેરાતાં કુલ દર્દીઓની સંખ્યા 5 થઈ હતી. દાખલ દર્દીઓમાંથી કાલાવડના 2 અને ધ્રોલના 1 બાળક મળી કુલ 3 બાળકોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી ન ડરવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

શહેરની જી.જી. હોસ્પિટલમાં 5 શંકાસ્પદ બાળ દર્દીઓના મોત બાદ રાજકોટમાં સારવાર લઈ રહેલા જામનગરના 6ઠ્ઠા બાળકનું પણ મોત થયું હતું, જેનો રિપોર્ટ ચાંદીપુરા વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત થતાં જામનગર જિલ્લાના કુલ 9 બાળકોના મોત નોંધાયા છે. જેમાંથી 1 કેસ પોઝિટિવ છે, જ્યારે 1 નો રિપોર્ટ બાકી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code