1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસો પકડાયા
કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસો પકડાયા

કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસો પકડાયા

0
Social Share

પાલનપુર, 17 મે 2026: Two men arrested for breaking car windows and stealing from Chhara gang  રાજ્યના વિવિધ શહેરોમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસોને  બનાસકાંઠા LCB અને અમદાવાદ LCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. પકડાયેલા આરોપીઓમાં સતીષ લાલિયાનો સમાવેશ થાય છે, જેના પર અત્યાર સુધીમાં 27 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી નકુલ રાજુભાઈ પર 16 જેટલા ચોરીના ગુના દાખલ છે. પોલીસે તેમની પાસેથી 1.5 લાખ રોકડા અને 17,000 રૂપિયાની કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ગેંગની ચોરી કરવાની એક અનોખી પદ્ધતિ હતી. તેઓ કારના કાચ તોડીને ચોરી કરતા હતા. આ ઉપરાંત, તેઓ ફ્લાઇટ દ્વારા દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને પણ ચોરીઓને અંજામ આપતા હતા. ખાસ કરીને, કોલકાતા જઈને હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા LCB કોલકાતા પોલીસના સંપર્કમાં પણ છે.

 બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બે ગાડીના કાચ તોડી ચોરીના બનાવો બન્યા હતા. આ ગુનાઓના ડિટેક્શન માટે LCB ની ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે 500 થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા અને નેત્રમ તથા ત્રિનેત્ર કેમેરાની મદદથી આરોપીઓ અને તેમના વાહનોની ઓળખ કરી હતી. આ ગેંગના અન્ય બે આરોપીઓ પારસ અને જયંતિ હજુ ફરાર છે. પારસ પર 22 અને જયંતિ પર 8 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ આ બંનેને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસને આશા છે કે આ ગેંગના પકડવાથી કારના કાચ તોડીને થતી ચોરીઓ પર અંકુશ આવશે.

 આ અંગે પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં બે ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવ અનુસંધાને એલસીબીની જુદી-જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધી ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. દરમિયાન તે દિવસે અને તેનાથી એક-બે દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને, લગભગ 500 થી વધુ કેમેરા સીસીટીવી કેમેરા ચેક કરીને, આરોપીની અને તેના વ્હીકલની ઓળખ કરવામાં આવી હતી. તેમજ. નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવી હતી. અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટીફાઈ કરીને અમદાવાદ ઝોન-4 ની જે એલસીબીની ટીમ છે, તેના સાથે કોર્ડીનેશનમાં રહીને, આરોપીઓને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યા હતા. બે આરોપીઓને અટક કરવામાં આવી છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલીયા સરપલીયા સામે 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે પર 16 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. આ બંને આરોપી પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા બાઈક કબજે કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code