1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RTO ચલણના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ 11,87 લાખ ઉપડી ગયા
RTO ચલણના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ 11,87 લાખ ઉપડી ગયા

RTO ચલણના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ 11,87 લાખ ઉપડી ગયા

0
Social Share

અમદાવાદ, 24 જુન 2026 : 11.87 lakhs stolen while downloading APK file in the name of RTO challan સાયબર ગઠિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે ફ્રોડ કરતા હોય છે. મોબાઈલ ફોન પર આરટીઓ ચલણ માટે APK ફાઈલ મોકલતા હોય છે. અને આરટીઓ ચલણ માટેની APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થઈને મોબાઈલ ફોનના એક્સેસ સાયબર ગઠિયાઓના હાથમાં આવી જતા હોય છે. અને મોબાઈલ સાથે બેન્કના ખાતા લીંક થયેલા હોય તો રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હોય છે. આવા જ એક બનાવમાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે. સાયબર ગઠીયાઓ દ્વારા APK ફાઇલ મોકલીને મોબાઇલ હેક કરી બેન્કના ખાતામાંથી 11.87 લાખ ઉપાડી લીધા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઓઢવના રહેતો 35 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. યુવકના ફોનમાં અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. જે ફાઇલ ડાઉનલોડ કરી યુવકે તેમાં નામ, સરનામું સહિતની વિગત ભરી હતી. આ દરમિયાન યુવકનો ફોન અચાનક હેક થઈ ગયો હતો. યુવકના ફોનમાં અલગ અલગ OTP આવવાના શરૂ થયા હતા, પરંતુ યુવકે ધ્યાન આપ્યું ન્હોતું.

બીજા દિવસે જ્યારે યુવકે બેંકમાં મેસેજ જોયા ત્યારે યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયાના મેસેજ હતા જેથી યુવકે બેંકમાં જઈને તપાસ કરી તો તેનું બેંક એકાઉન્ટ સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. યુવકના ખાતામાંથી કુલ 11.87 લાખ અજાણ્યા વ્યક્તિએ ટ્રાન્સફર કરી દીધા હતા જે અંગે યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code