અમદાવાદ, 8 મે 2026: 3 accused of fraud gang arrested સાયબર માફિયાઓ લોકોને ઠગવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો દુરુપયોગ કરીને આધારકાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર બદલીને ફ્રોડ કરતી ગેન્ગના ત્રણ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આસામ અને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે.
આ કેસની વિગત એવી હતી કે, અમદાવાદના એક વેપારીને તેમના આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમના OTP મળવાના બંધ થઈ ગયા હતા. તપાસમાં બહાર આવ્યું કે કોઈ પણ OTP વગર જ તેમનો મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક બદલી નાખવામાં આવ્યા હતા અને તેમના નામે લોન પણ લેવાઈ ગઈ હતી. આ કેસની તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે આસામ અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડીને બે આરોપીને દબોચી લીધા છે. આરોપી B.Comનો વિદ્યાર્થી રબ્બુલ હુસૈન, જે ડેટા ચોરી અને કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે. ઉત્તર પ્રદેશના ક્રિષ્ના પ્રજાપતિ સાયબર કાફે સંચાલક અને એજન્ટ છે, જે કમિશન પર આધારમાં ફેરફાર કરાવતો હતો. ધોરણ 7 પાસ કાશીમુદ્દીન અલી લોનના નાણાં પોતાના એકાઉન્ટમાં મેળવવાનું કામ કરતો હતો. હાલ આ આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ ગેન્ગની કામ કરવાની પદ્ધતિ સાયબર નિષ્ણાતોને પણ ચોંકાવી દે તેવી હતી. આરોપીઓ ‘માસ્ટર ઇન્ડિયા’ જેવી વેબસાઇટ્સ પરથી GST અને પાનકાર્ડની વિગતો મેળવીને સિબિલ સ્કોર ચેક કરતા હતા. ટેલિગ્રામ બોટની મદદથી આધારની વિગતો અને સોશિયલ મીડિયા પરથી ફરિયાદીના ફોટા મેળવતા. આ ફોટાનો ઉપયોગ કરી AI ની મદદથી ‘ડીપફેક બ્લિંકિંગ વીડિયો’ બનાવતા હતા. AI જનરેટેડ વીડિયોની મદદથી તેઓ ઓનલાઇન ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સિસ્ટમને છેતરીને આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતા હતા. નંબર બદલાયા બાદ નવા સીમકાર્ડની મદદથી બેન્ક એકાઉન્ટ ખોલાવી 25,000થી 50,000 રૂપિયા સુધીની નાની નાની લોન મેળવી લેતા હતા.
સાયબર ક્રાઇમ DCP લવિના સિંહાના કહેવા મુજબ આ ગેંગ દર વર્ષે અંદાજે 10થી 15 લાખ રૂપિયાની લોન મેળવતી હતી. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ પકડાયા છે, જ્યારે આસામનો ઓલી ઉલ્લાહ હજુ વોન્ટેડ છે. આધાર સિસ્ટમમાં રહેલી આ ગંભીર ક્ષતિઓ અંગે આધાર વિભાગનું ધ્યાન દોર્યું છે


