1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ત્રણ વાહનોને અડફેટે લઈને પૂરફાટ ઝડપે કાર દૂકાનમાં ઘૂંસી ગઈ
અમદાવાદમાં ત્રણ વાહનોને અડફેટે લઈને પૂરફાટ ઝડપે કાર  દૂકાનમાં ઘૂંસી ગઈ

અમદાવાદમાં ત્રણ વાહનોને અડફેટે લઈને પૂરફાટ ઝડપે કાર દૂકાનમાં ઘૂંસી ગઈ

0
Social Share
  • શહેરના ઘોડાસર વિસ્તારમાં વહેલી સવારે બન્યો બનાવ,
  • કારચાલક 18 વર્ષનો યુવાન ઘરે કહ્યા વિના જ કાર લઈને નિકળ્યો હતો,
  • કારે ડીપી સાથે અથડાઈને પલટી ખાધી

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસે એક કાર ચાલક યુવક ઘરેથી કહ્યા વિના કાર લઈને વહેલી સવારે નિકળ્યો હતો. યુવકે પૂરપાટ ઝડપે કાર દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. કાર પૂરફાટ ઝડપે ત્રણ વાહનોને ટક્કર માર્યા બાદ એક દુકાન સાથે ટકરાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. ગાડીની સ્પીડ એટલી હતી કે બાજુના વીજ ડીપીમાં પણ બ્લાસ્ટ થયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી હતી. જોકે આ બનાવ અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઈસનપુરથી ઘોડાસર સ્મૃતિ મંદિર જવાના રસ્તા ઉપર વહેલી સવારે 4:45 વાગ્યાની આસપાસ કાર લઈને એક યુવક ફુલ સ્પીડમાં નીકળ્યો હતો. યુવકે ત્રણથી ચાર રાઉન્ડ સુધી કાર સ્પીડમાં ચલાવી હતી. આ દરમિયાન ત્રણ જગ્યાએ કારનો અકસ્માત થતા રહી ગયો હતો. બાદમાં માય ચોઇસ હેન્ડલૂમ નામની દુકાન પાસે કાર પૂર ઝડપે ટકરાઈ હતી. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દુકાનની નજીક પડેલા ત્રણ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે બાજુના ડીપીમાં બ્લાસ્ટ થયો હતો. બનાવના કારણે વહેલી સવારે ચાલવા નીકળેલા સિનિયર સિટીઝનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ અંગે જાણ થતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલક યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે કોઈને ઇજા થઈ ન હતી.જેથી આ અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.આ બનાવમાં યુવક માતા-પિતાની જાણ બહાર કાર લઈને નીકળ્યો હતો. તેથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code