Homeગુજરાતીપશ્ચિમ બંગાળના પુરુલિયામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ  નવ લોકોના મોત

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ  નવ લોકોના મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હીલરમાં સવાર તમામ નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામશોલ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 18 પર સર્જાયો હતો. જ્યારે પીડિતો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની બોલેરો નામશોલ ખાતે એક ઝડપી ટ્રક સાથે અથડાઈ હતી.

મળતી માહિતી મુજબ, પીડિતો પુરુલિયાના બારાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અદાબાના ગામથી ઝારખંડના નિમડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના તિલાઈતન જઈ રહ્યા હતા. વાહનને ભારે નુકસાન થયું હતું અને તમામ ઘાયલોને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ તમામ મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટ્રેલર કબજે કરી ઘટનાની તપાસ શરૂ કરી છે.

એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત NH-18 પર જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશનની હદ હેઠળના નામશોલ ગામમાં સવારે 6.30 વાગ્યે થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સૌમ્યદીપ મલિકે જણાવ્યું હતું કે હાઇવે પર એક SUV અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં ફોર વ્હીલરમાં સવાર તમામ નવ લોકોના મોત થયા હતા.

સંબંધિત લેખો

Most Popular