1. Home
  2. ગુજરાતી
  3. લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર
લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર

લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર

0
Social Share

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રન પર અણનમ છે. આજના દિવસની રમત બપોરે સાડાત્રણ વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં ભારતની બીજી ઇનિંગમાં કે.એલ.રાહુલે 137 રન અને ઋષભ પંતે 118 રન બનાવીને સદી ફટકારી હતી.

લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સોમવારે ટેસ્ટ મેચની રમત 90/2 ના સ્કોરથી શરૂ થઈ હતી. કેએલ રાહુલ (137 રન) અને રિષભ પંત (118 રન)એ ચોથી વિકેટ માટે 195 રનની પાર્ટનરશિપ કરીને સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. પરંતુ આ ભાગીદારી તૂટતાની સાથે જ આખી ભારતીય ટીમ 365 રન પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. ટીમે 31 રન બનાવીને છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી. 349 રનના સ્કોર પર શાર્દૂલ ઠાકુર (4 રન), મોહમ્મદ સિરાજ (0) અને જસપ્રીત બુમરાહ (0) આઉટ થઈ ગયા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાઇડન કાર્સ અને જોશ ટંગે 3-3 વિકેટ લીધી હતી. શોએબ બશીરે 2 વિકેટ લીધી, ક્રિસ વોક્સ અને બેન સ્ટોક્સને એક-એક વિકેટ મળી. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ 465 રનમાં અને ભારત 471 રનમાં ઓલઆઉટ થયું હતું. પ્રથમ ઇનિંગમાં ભારતને 6 રનની લીડ મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code