1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં યુવતી સામે જ યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી, યુવકનું મોત, યુવતી બેભાન
અમદાવાદમાં યુવતી સામે જ યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી, યુવકનું મોત, યુવતી બેભાન

અમદાવાદમાં યુવતી સામે જ યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી, યુવકનું મોત, યુવતી બેભાન

0
Social Share

• અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો બનાવ,
• ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારમાં યુવકનો આત્મદાહનો પ્રયાસ
• યુવકને અગ્નિસ્નાન કરતા જોઈને યુવતી પણ બેભાન થઈ

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી સમા સ્કૂલ નજીક રહેતી એક યુવતીના પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં યુવતી નોકરી પર હતી ત્યારે યુવતી પાસે જઈને કોઈ બાબાતે બોલાચાલી કર્યા બાદ યુવાને ઉશ્કેરાઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. આ બનાવથી ખાનગી હોસ્પિટલમાં અફડા-તફડી મચી ગઈ હતી. યુવકે અગ્નિસ્નાન કર્યા બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફડી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની સતત પજવણી કરી રહ્યો હતો. દરમિયાન કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સલેહા ડ્યુટી પર હતી. તેણે સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા, કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી, પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો હતો અને તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તે સળગતી હાલતમાં જ બિલ્ડિંગની બહાર દોડી ગયો, પહેલા માળેથી નીચે કૂદી પડ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું હતું.

આ ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે સલેહાને કોઈ શારીરિક ઈજા થઈ નથી, પરંતુ આ ભયાવહ ઘટનાના આઘાતથી તે બેભાન થઈ ગઈ હતી. તેને પણ અલ-નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code