સુરેન્દ્રનગર, 27 ફેબ્રુઆરી 2026: Protests in Surendranagar over higher electricity bills due to smart meters પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા સુરેન્દ્રનગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં જુના વીજળી મીટરો કાઢીને તેની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવ્યા હતા. જેમાં સ્માર્ટ મીટરોને લીધે વધુ વીજળી બિલો આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના પોપટપરા વિસ્તારમાં વીજ કંપની દ્વારા નવા નાંખવામાં આવેલા સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતા હોવાથી મહિલાઓ રોષે ભરાઇ હતી. અને પીજીવીસીએલની કચેરી પર હોબાળો મચાવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં વીજતંત્ર દ્વારા લોકોના ઘરે જૂના મીટરોની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્માર્ટ મીટરમાં લોકોને વધારે બિલ આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના પોપટપરા વિસ્તારમાં આશરે 6 માસ પહેલા સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા હતા.જેના મસમોટા બિલ આવતા રોષે ભરાયેલી મહિલાઓ વીજ કચેરીએ પહોંચી હતી. સ્માર્ટ મીટર નાંખતા એક સાથે ત્રણ મહિનાને બિલ આવે છે. જ્યારે અમુક વિજ ગ્રાહકોને તો 20 દિવસમાં 2 વખત બિલ આપી ગયા હોવાથી મજૂરી કરી પેટીયું રળતા લોકોએ વ્યથા ઠાલવી હતી. જ્યારે નવા સ્માર્ટ મીટર પાછા લઇ જાવ અને જૂના મીટર નાંખી જાવની માંગ કરતા વીજતંત્રમાં દોડધામ મચી હતી.
પીજીવીસીએલની કચેરીએ મહિલાઓએ જણ્વાયું હતું કે, સામાન્ય લોકોને ડરાવી ધમકાવી સ્માર્ટ મીટર નાંખવામાં આવે છે. અહીં રજુઆત કરવા આવ્યા છીએ પણ કોઇ સાંભળનાર નથી. જો સ્માર્ટ મીટર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરાશે.


