1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં રાત્રે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ MGVCLની કચેરીએ મચાવ્યો હોબાળો
વડોદરામાં રાત્રે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ MGVCLની કચેરીએ મચાવ્યો હોબાળો

વડોદરામાં રાત્રે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ MGVCLની કચેરીએ મચાવ્યો હોબાળો

0
Social Share

વડોદરા, 20 માર્ચ 2026: People created a ruckus at MGVCL office due to power outage  શહેરમાં ગઈકાલે રાત્રે ફુંકાયેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અંધારપંટ છવાયો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ત્રણ કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ નહીં થતા સ્થાનિક રહિશોએ એમજીવીસીએલની કારેલીબાગ ઓફિસ ખાતે રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા શહેરમાં ગત રાત્રે વાવાઝોડા અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, કેટલાક વિસ્તારમાં એકાદ કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત બની ગયો હતો. જ્યારે કારેલી બાગ વિસ્તારમાં ત્રણ કલાક બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત ન થતા સ્થાનિક રહિશોએ એમજીવીસીએલની હેલ્પલાઇન પર અને કારેલીબાગ ઓફિસમાં પણ લેન્ડલાઈન ફોન કરવા છતાંયે કોઈ જવાબ ન મળતા સ્થાનિક રહિશો કારેલીબાગ સ્થિત એમજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ફોન બાજુ પર મૂકી દેવાયેલો જોતા સ્થાનિક લોકોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. લોકોએ એવું પણ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યું હતું.

બીજી તરફ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે ઘણી જગ્યાએ લાઈનનું સમારકામ ચાલી રહ્યું હતું અને તેના કારણે સ્ટાફ વ્યસ્ત રહ્યો હતો એટલે કોઈ જગ્યાએ વીજ પુરવઠો ચાલુ કરવામાં વિલંબ થયો હોઈ શકે છે.

 વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારની રાત્રે એમજીવીસીએલના 70 ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ તમામ ફીડરો રાત્રે ચાલુ કરી દેવાયા હતા. વીજ સપ્લાય બંધ થવાની રાત્રે 900 જેટલી વ્યક્તિગત ફરિયાદો મળી હતી અને સવારે 6:00 વાગ્યા સુધીમાં 133 ફરિયાદોને બાદ કરતા બાકીની ફરિયાદોનો ઉકેલ આવી ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code