1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવલી-મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3ને ઈજા
સાવલી-મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3ને ઈજા

સાવલી-મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3ને ઈજા

0
Social Share

 વડોદરા, 24 મે, 2026 : One killed in accident between rickshaw and truck  જિલ્લાના સાવલી-મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જિલ્લાના સાવલી-મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવની જાણ થતા જ સાવલી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે સાવલી-મુવાલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી શરૂ કરી હતી અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code