1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં લોકોમાં રોફ જમાવતો નકલી ડીવાયએસપી પકડાયો
સુરેન્દ્રનગરમાં લોકોમાં રોફ જમાવતો નકલી ડીવાયએસપી પકડાયો

સુરેન્દ્રનગરમાં લોકોમાં રોફ જમાવતો નકલી ડીવાયએસપી પકડાયો

0
Social Share

સુરેન્દ્રનગર, 24 મે, 2026 : Fake DySP caught  જિલ્લામાં રોફ જમાવતા નકલી ડીવાયએસપીને રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે દબોચી લીધો છે. આરોપી પોતે ડીવાયએસપી હોવાની ઓળખ આપીને સોશિયલ મિડિયામાં રિલ મુકીને લોકોમાં રોફ જમાવીને છેતરપિંડી કરતો હતો. આરોપીનું નામ સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ. 31) છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી છે. તેને સાયલા-સુદામડા ચોકડી, પુલ નીચેથી રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે  પકડી પાડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વ્યક્તિને નકલી ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી આર્થિક લાભ મેળવવાના આરોપસર ઝડપી પાડ્યો છે. આરોપી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બનાવટી ફોટા અને આઇકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. રાજકોટ રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે એક એવા જ શાતિર ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે, જે પોતે રાજ્ય સ્તરનો ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી લોકોને ભોળવતો હતો. આરોપીનું નામ સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ. 31) છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી છે. તેને સાયલા-સુદામડા ચોકડી, પુલ નીચેથી પકડી પાડવામાં આવ્યો હતો.

 પોલીસ તપાસ મુજબ, સોહિલખાન પઠાણ ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરીને સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તે આર્થિક લાભ મેળવવા માટે આ પ્રવૃત્તિ કરતો હતો.  આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code