1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 2.36 લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરી ઝૂંબેશમાં સહભાગી થયા
ગુજરાતમાં 2.36 લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરી ઝૂંબેશમાં સહભાગી થયા

ગુજરાતમાં 2.36 લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરી ઝૂંબેશમાં સહભાગી થયા

0
Social Share

ગાંધીનગર, 27 મે, 2026 Over 2.36 lakh citizens participated in self-enumeration campaign વસતી ગણતરી-૨૦૨૭ દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે. દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી  સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.  ગુજરાતમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો, તેમજ જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને અપીલ પણ કરી છે.

આગામી તા.૩૧ મે-૨૦૨૬ સુધી ચાલનારી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે ૨.૩૬ લાખથી વધુ મહાનુભાવો-નાગરીકો સ્વ-ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ ૪૨ હજારથી વધુ જ્યારે સુરતમાં ૨૨ હજાર, વડોદરા અને આણંદમાં ૧૬-૧૬ હજાર, રાજકોટમાં ૧૪ હજાર, મહેસાણામાં ૧૧ હજારથી વધુ એમ રાજ્યભરમાં કુલ ૨.૩૬ લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરીમાં જોડાયા છે. રાજ્યભરમાં મહત્તમ નાગરિકો ટેકનોલોજીના ઉપયોગથી ઘરે બેઠા સ્વ-ગણતરી ફોર્મ ભરશે તો પોતાની સચોટ માહિતીની સાથે સાથે વસતી ગણતરી કરતા  કર્મચારી પર કામનું ભારણ ઘટવાની સાથે કામમાં વધુ ઝડપ પણ આવશે. આ રાષ્ટ્રવ્યાપી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વસ્તી ગણતરી નિયામક  મયાત્રાએ વધુમાં કહ્યું હતું કે, આ સ્વ-ગણતરી અભિયાનમાં નાગરિકોની સાથે સાથે વધુમાં વધુ કર્મયોગીઓ પણ સહભાગી થાય તે માટે રાજ્યમાં તા. ૨૯મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગ તેમજ તા. ૩૦ મે-૨૦૨૬ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ કર્મયોગીઓ સ્વ-ગણતરી ફોર્મ ભરશે. વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે.

તેમણે ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા. ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code