1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં CNG અને પેટ્રોલના ભાવ વધતા સ્કૂલવાન અને રિક્ષા ભાડામાં 10 ટકાનો વધારો
રાજકોટમાં CNG અને પેટ્રોલના ભાવ વધતા સ્કૂલવાન અને રિક્ષા ભાડામાં 10 ટકાનો વધારો

રાજકોટમાં CNG અને પેટ્રોલના ભાવ વધતા સ્કૂલવાન અને રિક્ષા ભાડામાં 10 ટકાનો વધારો

0
Social Share

રાજકોટ, 28 મે, 2026 : School van and rickshaw fares increase by 10 percent  પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતાં જ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ તો વધી રહ્યા છે. પણ સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં પણ 10 ટકાનો વધારો કરાયો છે. એટલે નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને વધુ એક બોજ સહન કરવો પડશે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી 8 જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે માસિક ભાડું ₹1200 હતું, તે વધીને અંદાજે ₹1400 સુધી પહોંચી જશે. રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના આશરે 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર આ મોંઘવારીનો સીધો બોજ પડશે.

રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા જણાવાયુ છે કે, બે વર્ષ પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ રૂપિયા 76 હતો, જે હવે વધીને રૂપિયા 88 થઈ ગયો છે. અમે છેલ્લા બે વર્ષથી ભાડામાં કોઈ વધારો કર્યો નથી અને વાલીઓ સાથે અમારા પારિવારિક સંબંધો છે. પરંતુ કૂદકે ને ભૂસકે વધતા ઇંધણના ભાવ અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થયેલી મોંઘવારી વચ્ચે નછૂટકે ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. હાલની એસોસિએશનની કમિટી દ્વારા 10 ટકા વધારો નક્કી કરાયો છે, જેની સત્તાવાર જાહેરાત શાળાઓ ખુલતા પહેલાં કરવામાં આવશે.

એસોના સૂત્રોએ ઉમેર્યું કે વાહનોના સ્પેર પાર્ટ્સ અને રિપેરિંગ ખર્ચ પણ દોઢા થઈ ગયા હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વધારો અનિવાર્ય બન્યો છે. અગાઉ  સ્કૂલવાનમાં સીએનજી પુરાવતા ત્યારે રૂપિયા 600 નો ખર્ચ થતો હતો, જે હવે વધીને રૂપિયા 785 સુધી પહોંચી ગયો છે. સીએનજી ગેસના અસહ્ય ભાવવધારા સામે ટકી રહેવા માટે જ હાલના ₹1000થી ₹1200ના માસિક ભાડા પર 10 ટકા રકમ વધારવી પડશે.

રાજકોટમાં અંદાજે 4500 જેટલી સ્કૂલ વાન અને રિક્ષાઓ વિદ્યાર્થીઓની હેરફેર માટે દોડે છે. સ્કૂલ વાન એસોસિએશનના આ પગલાને પગલે તમામ રિક્ષા અને વાનચાલકો પણ સત્તાવાર જાહેરાત કરીને ભાડા વધારી દેશે તે નક્કી છે, જેને લીધે નવા સત્રથી વાલીઓનું બજેટ ખોરવાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code