1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નજીક હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બચાવાયો
વડોદરા નજીક હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બચાવાયો

વડોદરા નજીક હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બચાવાયો

0
Social Share

વડોદરા, 3 જુન, 2026 : Accident between two trucks on highway દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક માતર ટોલ પ્લાઝા પાસે સર્જાયો હતો. ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે રોડ સાઈડ પર ઉભેલી ટ્રકની પાછળ પૂર ઝડપે આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર લોખંડની એંગલના જથ્થા નીચે દબાઈ ગયો હતો.જોકે,કરજણ ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને જીવ સટોસટીના ખેલ વચ્ચે દોઢ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનો બહાર કાઢ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા જિલ્લાના માતર ટોલટેક્સ નજીક ગત રાત્રે રોડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવેલી ટ્રક અથડાતા એક ટ્રકનો ચાલક લોખંડના એંગલો વચ્ચે ફસાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે,અથડામણના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક ચલાવી રહેલો ડ્રાઇવર લોખંડની એંગલો નીચે દબાઈ જઈ કેબિનમાં ફસાઈ ગયો હતો.અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર અધિકારીઓ અને જવાનોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે સૌપ્રથમ ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી અંદર ફસાયેલા ડ્રાઇવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને ફાયર વિભાગની ટીમે ડ્રાઇવરને જીવિત હાલતમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code