Homeગુજરાતીગુજરાતભૂજમાં RTO દ્વારા સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ, 35 વાહનોને મેમો અપાયા

ભૂજમાં RTO દ્વારા સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ, 35 વાહનોને મેમો અપાયા

ભૂજ, 11 જુન, 2026 : RTO checks school-worthy vehicles સ્કૂલવર્ધીના વાહનો સામે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના શહેરના વ્યસ્ત એવા જ્યુબિલિ સર્કલ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં આરટીઓની અલગ અલગ બે ટીમો દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. ઝુંબેશ અંતર્ગત સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષા તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા અન્ય ખાનગી વાહનોની તપાસ કરાઈ હતી. જેમાં નિયમોનો ભંગ કરતા 35 વાહન ચાલકોને સ્થળ પર 1.26 લાખના મેમો અપાયા હતા.આ સરપ્રાઈઝ ચેકિંગ હજુ પણ આગામી દિવસોમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ચાલકોમાં જાગૃતિ લાવવા શાળાઓમાં સેમિનારનું પણ આયોજન કરાશે.

ભૂજમાં સ્કૂલ વર્ધીના વાહનચાલકો ટ્રાફિકના નિયનોનું પાલન કરે છે કે કેમ તે માટે ભૂજ આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. સ્કૂલ વર્ધીના વાહનોમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને લઈ જવા, તેમજ વાહનચાલકો પાસે લાયસન્સ, પરમિટ સહિતના દસ્તાવેજો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. શહેરના જ્યુબિલિ સર્કલ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં આરટીઓની અલગ અલગ બે ટીમો દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. ઝુંબેશ અંતર્ગત સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષા તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા અન્ય ખાનગી વાહનોની તપાસ કરાઈ હતી. જેમાં નિયમોનો ભંગ કરતા 35 વાહન ચાલકોને સ્થળ પર 1.26 લાખના મેમો અપાયા હતા ચેકિંગ દરમિયાન આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા પણ સમજ અપાઈ હતી. ખાસ કરીને સ્કૂલ વાહનોમાં ફાયર સેફ્ટીના સાધનો, બારીઓ પર સુરક્ષાની ગ્રીલ ફરજિયાત છે. પરમિટમાં નક્કી કરેલી ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવા નહીં, ઓવર સ્પીડમાં વાહન દોડાવનારા સામે પગલાં લેવાશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img