Homeગુજરાતીગુજરાતવઢવાણમાં મ્યુનિએ ડિમોલિશન દરમિયાન 250 વર્ષ જુનો કૂવો તોડી પાડતા વિરોધ

વઢવાણમાં મ્યુનિએ ડિમોલિશન દરમિયાન 250 વર્ષ જુનો કૂવો તોડી પાડતા વિરોધ

વઢવાણ, 14 જુન, 2026 : Protests as 250-year-old well demolished during municipal demolition  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વઢવાણ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વઢવાણના સતવારાપરા વિસ્તારમાં મ્યુનિ. દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 250 વર્ષ જુનો ઐતિહાસિક કૂવાને તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. સમગ્ર ઘટના મુદ્દે આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દોડી ગયા હતા.  ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ સ્થાનિક લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.

વઢવાણના સતવારાપરા વિસ્તારમાં મ્યુનિ. દ્વારા દબાણ હટાવ કામગીરીમાં 250 જુના ઐતિહાસિક કુવાને તોડી પડાતા સ્થાનિક લોકોએ  વિરોધ નોંધાવ્યો હતો. અને તાત્કાલિક જે કૂવા તોડવામાં આવ્યો છે, તેનું રીનોવેશન કામ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. હાલમાં વઢવાણમાં પાણીની તંગી છે ત્યારે વપરાશ માટેનું પાણી આ વિસ્તારના લોકો કૂવામાંથી લેતા હોવાનું જણાવવામાં આવ્યું છે, અને રોડ ઉપર કૂવો 250 વર્ષથી વધુ વર્ષ જૂનો છે. કૂવા કોઈને નડતો નથી પરંતુ રોડ રસ્તા પહોળા કરવાના બહાને કૂવા તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

લોકોના આક્રોશ જોઈને દબાણ હટાવવાની કામગીરી બંધ કરાવવામાં આવી હતી. હવે વર્ષો જુના કુવાઓ અને અન્ય મિલકતો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો અગામી સમયમાં લીમડી-સુરેન્દ્રનગર હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી પણ સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે. રોડ-રસ્તાના કામો ભલે કરવામાં આવે અને નવીનીકરણના કામો ભલે કરવામાં આવે પણ 250 વર્ષથી જુના ઐતિહાસિક કૂવામાંથી આ વિસ્તારના લોકો પાણી લઈ રહ્યા હોવાનું જણાવી અને આ કામગીરી આ અટકાવી છે અને કોઈપણ પ્રકારે આ કૂવા ન તોડવા અંગેની માંગ કરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img