Homeગુજરાતીગુજરાતવડોદરામાં આજવા ડેમના તળિયા દેખાયા, વરસાદ ખેંચાતા પાણીની મુશ્કેલી

વડોદરામાં આજવા ડેમના તળિયા દેખાયા, વરસાદ ખેંચાતા પાણીની મુશ્કેલી

વડોદરા, 29 જુન, 2026 : Ajwa dam bottoms visible શહેર અને જિલ્લામાં આ વખતે વરસાદના આગમનમાં વિલંબ થયો છે. તેના લીધે શહેરને પાણી પુરૂ પાડતા આજવા સરોવર (ડેમ)ના તળિયા દેખાતા શહેરમાં પીવાના પાણીવી સમસ્યા ઊભી થઈ છે. જેને લીધે વડોદરા મ્યુનિને કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદીનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. મ્યુનિના સત્તાધિશો દ્વારા માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં અંદાજે રૂપિયા 88.62 લાખનું પાણી નર્મદા નિગમ પાસેથી ખરીદીને આજવા સરોવરમાં ઠાલવવામાં આવ્યું છે.

વડોદરા શહેરની જીવાદોરી સમાન ગણાતા ઐતિહાસિક આજવા સરોવરની જળસપાટી છેલ્લા 8 વર્ષના સૌથી ન્યૂનતમ સ્તરે પહોંચી જતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન સુધીમાં મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન પડતાં આ જળ કટોકટી સર્જાઈ છે. આજવા સરોવરની સપાટી હાલમાં 205 કરતા પણ નીચે પહોંચી છે. જેના કારણે હાલમાં વડોદરામાં કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન માટે પણ હાલમાં મુશ્કેલીનો સમય ઊભો થયો છે. વડોદરાના શહેરીજનોને પૂરતું અને નિયમિત પાણી પૂરું પાડી શકાય તે હેતુથી મ્યુનિ. દ્વારા 20 જૂનથી જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) પાસેથી પાણી ખરીદવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિ. દ્વારા માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં અંદાજે રૂપિયા 88.62 લાખનું પાણી નર્મદા નિગમ પાસેથી ખરીદીને આજવા સરોવરમાં ઠાલવવામાં આવ્યું છે. આ સતત થઈ રહેલા પાણીના ઉમેરાને કારણે સરોવરની ચિંતાજનક રીતે ઘટેલી જળસપાટી સહેજ સુધરીને 206 ફૂટે પહોંચી શકી છે.

‘નર્મદા નિગમ પાસેથી રોજનું 300 MLD પાણી લેવામાં આવે છે’ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ પરિસ્થિતિ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોમાસું આશરે 10 થી 15 દિવસ મોડું થવાના કારણે આજવા ડેમનું સ્તર 205 ફૂટની આસપાસ પહોંચી ગયું હતું. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા નિગમમાંથી હાલ દૈનિક 120 ક્યુસેક એટલે કે આશરે 300 MLD પાણી લેવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આગામી એક મહિના સુધી આ રીતે પાણી મેળવવાની માંગણી કરવામાં આવી છે જેથી નાગરિકોને પાણી કાપનો સામનો ન કરવો પડે. બીજી તરફ, આ સમગ્ર પરિસ્થિતિ વહીવટી તંત્રના લાંબા ગાળાના આયોજનના અભાવને પણ છતો કરે છે

સંબંધિત લેખો

Most Popular