1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર નજીક નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા
પાલનપુર નજીક નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

પાલનપુર નજીક નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

0
Social Share

પાલનપુર, 6 જુલાઈ, 2026 : Waterlogging on the National Highway બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. પાલનપુરમાં સામાન્ય વરસાદ પડતા જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. શહેર નજીક પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાયા છે. હાઈવે પરની ડ્રેનેજ વ્યવસ્થા અને નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. માત્ર હાઈવે પર જ નહીં પણ શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.  જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીની યોગ્ય રીતે કરવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હાઈવે પર પણ ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઆ વ્યવસ્થા કરવામાં આવી નથી.

પાલનપુર-અંબાજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં હાલાકી થઈ હતી. માત્ર 8 મિલીમીટર જેવા ઓછા વરસાદમાં પણ હાઈવે પર પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code