1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UN મહેતા હોસ્પિટલમાં સફાઈ કર્મીનુ મોત, હાઉસ કીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો
UN મહેતા હોસ્પિટલમાં સફાઈ કર્મીનુ મોત, હાઉસ કીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો

UN મહેતા હોસ્પિટલમાં સફાઈ કર્મીનુ મોત, હાઉસ કીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો

0
Social Share

અમદાવાદ, 7 જુલાઈ, 2026 : Sanitation worker dies at UN Mehta Hospital  શહેરના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં સ્લમ પંપની પીટ પર કામ કરી રહેલા એક સફાઈ કર્મચારીનો આકસ્મિત રીતે પગ સ્લીપ થતા તે પીટમાં પડી ગયો ગયો હતો. આથી તેના સાથી બે સહકર્મચારીઓ પોતાના મિત્રને બચાવવા માટે પીટમાં  ઉતર્યા હતા. પણ ડ્રેનેજ પીટમાં ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ હતી. અને બેભાન બની ગયા હતા. ઘટનાની જાણ થતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા, અને એક કર્મચારીને સલામત રીતે બહાર કાઢ્યો હતો. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને  બે કર્મચારીને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણમાંથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવના વિરોધમાં આજે સવારથી જ હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો.

શહેરના અસારવા સિવિલના કેમ્પસમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલના આરએમઓ  દુષ્યંત ભટ્ટના કહેવા મુજબ  ગઈકાલે સાંજના સમયે બી બ્લોકના બેઝમેન્ટ 1માં સ્લમ પંપની પીટ આજુબાજુ ત્રણ સફાઈકર્મીઓ કામ કરી રહ્યા હતા. ત્યારે આકસ્મિત રીતે એક સફાઈકર્મીનો પગ સ્લીપ થતા, તે કર્મચારી પીટમાં પડી ગયો હતો. આથી પોતાના સાથી કર્મચારીને બચાવવા માટે બે સહકર્મચારીઓ પીટની અંદર ઉતર્યા હતા. પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ હતી. આ બનાવની જાણ થતાં એક કર્મચારીને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. જ્યારે બીજા સફાઈ કર્મચારીઓને રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બન્ને કર્મચારીઓને બેભાનાવસ્થામાં બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.જેમાં એક સફાઈ કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવના વિરોધમાં યુ એન મહેતા હોસ્પિટલમાં હાઉસકીપિંગના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, સેફટી વગર કામગીરી કરાવવામાં આવે છે. જે ત્રણ કર્મચારીઓમાં જે ગટરમાં ઉતર્યા હતા, તે લોકો ડ્યુટી પતાવીને ઘરે ગયા હતા છતાં ફરી પાછા બોલાવવામાં આવ્યા હતા. સેફટી વગર બારીઓના કાચ સાફ કરવા માટે ઉપર ચડાવવામાં પણ આવે છે. જો કોઈ વિરોધ કરે તો તેને નોકરીમાંથી બરખાસ્ત કરવાની ધમકી આપવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code