Homeગુજરાતીગુજરાતભાવનગરના મહુવામાં રૂ. 2.38 લાખની કિંમતનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત કરાયો

ભાવનગરના મહુવામાં રૂ. 2.38 લાખની કિંમતનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત કરાયો

ભાવનગર, 17 ઓગસ્ટ, 2026 : Unauthorized stock of wheat seized. રાજ્યમાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સતત સક્રિય છે. નિયામક, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગરની ટીમ દ્વારા ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આકસ્મિક તપાસ  હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન અધિકારીઓની ટીમને મહુવા તાલુકાના ડાયમંડ નગર, જી.આઈ.ડી.સી.ની પાછળ આવેલ એક ખાનગી ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહિત થયેલ ઘઉંનો  જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૮,૫૦૦ કિ.ગ્રામ  ઘઉંનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂ. ૨,૩૮,૦૦૦/-  થાય છે, તેને તપાસ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુમાં યાદીમાં જણાવ્યા અનુસાર, આકસ્મિક તપાસણી દરમિયાન ગાંધીનગરની ટીમ દ્વારા  ભાદ્રોડ ગામે પ્રફુલભાઈ રામજીભાઈ વાઘ દ્વારા સંચાલિત સરકારી વાજબી ભાવની દુકાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. દુકાનના સ્ટોક અને રેકર્ડની ખરાઈ કરતાં જથ્થાની ઘટ જોવા મળી હતી, જેમાં ઘઉંમાં ૧,૩૮૨.૫૦૦ કિ.ગ્રામ, ચોખામાં ૨,૫૮૧.૦૦ કિ.ગ્રામ અને ખાંડમાં ૮૯.૯૦૦ કિ.ગ્રામની ઘટ નોંધવામાં આવી છે. આ સઘન તપાસથી અનાજની કાળાબજાર કરનારા તત્વોમાં ભય ફેલાયો છે.

સંબંધિત લેખો

Most Popular