Homeગુજરાતીગુજરાતગુજરાત વિધાનસભામાં સરકારે આપી માહિતી, બે વર્ષમાં 161 બ્રિજ બન્યા જર્જરિત

ગુજરાત વિધાનસભામાં સરકારે આપી માહિતી, બે વર્ષમાં 161 બ્રિજ બન્યા જર્જરિત

ગાંધીનગર, 10 સપ્ટેમ્બર, 2026 :  161 bridges became dilapidated in two years ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસા સત્રના પ્રથમ દિવસે વિપક્ષ દ્વારા મંત્રીઓને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના જવાબમાં સરકાર દ્વારા મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. એક પ્રશ્નના જવાબમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મોટા, મધ્યમ અને નાના મળી કુલ 161 પુલો જર્જરિત બન્યા હોવાનો મંત્રીએ જવાબ આપ્યો હતો. જેમાં વર્ષ 2024-25માં 82 પુલોમાં 39 મોટા, 25 મધ્યમ અને 18 નાના પુલનો સમાવેશ થાય છે, જ્યારે વર્ષ 2025-26માં 79 પુલોમાં 19 મોટા, 42 મધ્યમ અને 18 નાના પુલ જર્જરિત બન્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 161 બ્રિજને ભયજનક સ્થિતિમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં ગૃહમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ ચોંકાવનારી વિગતો આપી છે. જે મુજબ રાજ્યમાં નાના, મધ્યમ અને મોટા કદના બ્રિજ મળીને કુલ 161 બ્રિજ જર્જરિત હાલતમાં છે. વર્ષ 2024-25 દરમિયાન 83 બ્રિજ અને વર્ષ 2025-26માં વધુ 79 બ્રિજને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં બ્રિજનું માળખું સમય જતાં નબળું પડ્યું છે અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જો કે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, જે બ્રિજ ભયજનક જાહેર કરાયા છે તે તમામ પર ભારે વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જર્જરિત બ્રિજ પરથી ભારે લોડ પસાર થવાને કારણે કોઈ મોટી હોનારત ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,  નાણાકીય ઉપલબ્ધતા અને તાંત્રિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર નવા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો ચોક્કસ સમયગાળો હજુ સ્પષ્ટ નથી, પરંતુ સરકાર આ દિશામાં આયોજન કરી રહી હોવાનું જણાવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular