Homeગુજરાતીગુજરાતરાજકોટમાં 5 કિલો ગાંજા સાથે ફ્રુટના વેપારીને એન્ટી નાર્કોટિક્સ પોલીસે પકડ્યો

રાજકોટમાં 5 કિલો ગાંજા સાથે ફ્રુટના વેપારીને એન્ટી નાર્કોટિક્સ પોલીસે પકડ્યો

રાજકોટ, 13 સપ્ટેમ્બર, 2026 :   Fruit trader caught with 5 kg. of ganja  રાજ્યના ડીજીપીએ ડ્રગ્સના દૂષણને ડામવા દરેક જિલ્લાઓ  અને મહાનગરોમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ બનાવી છે. શહેરમાં વિંગ રચાયા બાદ પ્રથમવાર ફ્રુટના વેપારીને 5 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ વિરોધી પોલીસે વેપારી પાસેથી 5.241 કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ બી.બી.જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના નાના મવા રોડ પર અર્જુન પાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં ગેઇટની અંદર આવેલી આંગણવાડી સામે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઉભો છે જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ શખસને અટકાવી તેનું નામ પૂછતાં કૌશર સલીમભાઇ મેતર જણાવ્યું હતું જેની તલાસી લેતા તેની પાસેથી લીલા વનસ્પતિ જેવો પદાર્થ મળી આવતા FSL હાજરીમાં તપાસ કરાવતા ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 5.241 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 2.65 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આરોપીની પૂછતાછ કરાતા એવી વિગતો જાણવા મળી હતી કે,  આરોપી ફ્રૂટનો ધંધો કરે છે. તાજેતરમાં જ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ શરૂ કરવા માટે લાવ્યો હતો. જો કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ અગાઉ કોઈ વખત લાવ્યો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular