Homeગુજરાતીગુજરાતરેલવે ટ્રેક પર સિંહણને જોઈને ટ્રેનના પાયલોટે ટ્રેનને 30 મીનીટ સુધી રોકી...

રેલવે ટ્રેક પર સિંહણને જોઈને ટ્રેનના પાયલોટે ટ્રેનને 30 મીનીટ સુધી રોકી રાખી

અમરેલી, 19 સપ્ટેમ્બર, 2026 : Train pilot stops train for 30 minutes after spotting lioness on railway tracks જિલ્લામાં રાજુલા સહિત કોસ્ટલ વિસ્તાર તેમજ લીલીયા, સાવરકુંડલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં સિંહ વધુ જોવા મળી રહ્યા છે. અવાર-નવાર સિંહ આ વિસ્તારમાંથી પસાર થતાં રેલવેના ટ્રેક પર આવી જતા હોય છે. એટલે રેલવે ટ્રેક પર વન વિભાગ અને ટ્રેનના પાયલોટો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. દરમિયાન લીલીયા રેન્જ વિસ્તારમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડતાં રેલવે ટ્રાફિકને અસર પહોંચી હતી. સિંહણ માઇલ સ્ટોન નં. 28/1 અને 28/2 વચ્ચેના રેલવે ટ્રેક પર આવી ચડતાં ટ્રેનના પાયલટે ગુડ્ઝ ટ્રેનનો રોકીને વન વિભાગને જાણ કરી હતી.  ઘટનાની જાણ થતાં વનવિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી સિંહણને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કર્યા બાદ ટ્રેનને રવાના કરી હતી.

લીલીયા રેન્જ વિસ્તારમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડતાં રેલવે ટ્રાફિકને અસર પહોંચી હતી. સિંહણ માઇલ સ્ટોન નં. 28/1 અને 28/2 વચ્ચેના રેલવે ટ્રેક પર આવી ચડતાં ટ્રેનના પાયલટે ગુડ્ઝ ટ્રેનનો રોકીને વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.  સિંહણને ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર કરવા માટે ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સિંહણને બે વખત સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર ખસેડવામાં આવી હતી અને આખરે તેને ટ્રેક ક્રોસ કરાવીને કુદરતી રહેઠાણ તરફ દોરી જવામાં આવી હતી.

સિંહણ ટ્રેક વિસ્તારમાંથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા બાદ જ રેલવે ટ્રાફિકને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે અડધા કલાક જેટલો સમય ટ્રેનને રોકી રાખવામાં આવી હતી. વનવિભાગ અને રેલવેની ટીમ વચ્ચેના તાત્કાલિક સંકલનને કારણે સિંહણ તેમજ રેલવે મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા જળવાઈ રહી હતી અને સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો.

લીલીયા બૃહદગીર વિસ્તાર સિંહોની કાયમી અવરજવર ધરાવતો વિસ્તાર છે. અહીં વસવાટ કરતા સિંહો પોતાના ટેરિટરી વિસ્તારમાં સતત અવરજવર કરતા હોય છે અને ઘણી વખત લીલીયા તથા સાવરકુંડલા તરફના વિસ્તારોમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા હોવાના બનાવો પણ સામે આવતા રહે છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર વનવિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular