સુરેન્દ્રનગર, 26 સપ્ટેમ્બર,2026 : More than 5000 people sang ‘Vande Mataram’ જિલ્લાના પાટડી ખાતે રિવરફ્રન્ટ કિનારે શુક્રવારે સવારે 11 વાગ્યે 5,000થી વધુ લોકોએ એકસાથે ‘વંદેમાતરમ’નું સામુહિક ગાન કરી કીર્તિમાન રચ્યો છે. એક જ સમયે, એક જ લય અને એક જ સ્વરે વંદે માતરમનું સામુહિક ગાન કરાયું હતું. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાશે. તેના માટે ક્લાસ વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓ જજ અને નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. આખા કાર્યક્રમનું ડ્રોન કેમેરાથી વીડિયો શૂટિંગ અને જીઓ ટેગ દ્વારા ફોટોગ્રાફી પણ કરાઈ હતી.
વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન સ્વામી વિવેકાનંદ સંસ્કાર ટ્રસ્ટ સંચાલિત શિશુ મંદિર, પાટડી દ્વારા ‘નમામિ ભારતમ્’ હેઠળ વંદે માતરમ સામુહિક ગાનનો કાર્યક્રમ રિવરફ્રન્ટના કિનારે યોજાયો હતો. તેમાં પાટડીની 11 શાળાના 3,000થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 5,000થી વધુ ગ્રામજનોએ ‘વંદેમાતરમ’નું સામુહિક ગાન કરી કીર્તિમાન રચ્યો છે. રાજ્યસભાના સાંસદ રાજેશ શુકલાએ જણાવ્યું કે, માં ભારતીની સેવા એ વર્ષોથી અવિરત આપણા ક્રાંતિકારીઓ અને ઋષિ મુનિઓ કરતા આવ્યા છે. કોઈપણ સંસ્થા હોય કે કોઈપણ સમાજ હોય પણ જેનાથી આપણી શક્તિ વધતી હોય, જેનાથી સમાજની અંદર આપણી એકતા વધતી હોય, માં ભારતીનું જયગાન કરવાથી રાષ્ટ્રભક્તિ વધતી હોય એવા વંદેમાતરમનું જયારે સામુહિક ગાન હોય ત્યારે ભારતીય સનાતન સંસ્કૃતિ અને માં ભારતી માટેની ભક્તિ વધે એવો પ્રયાસ કેન્દ્ર અને ગુજરાતની સરકાર જયારે કરી રહી છે, ત્યારે વિદ્યાભારતીએ પણ આ સેવાભાવ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું છે.
નમામિ ભારતમ્’ના સંયોજક મૌલેશ પરીખે જણાવ્યું કે, પાટડીમાં આ કાર્યક્રમમાં તમામ લોકોએ મુખેથી વંદેમાતરમ ગાયું હતું. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાશે. તેના માટે ક્લાસ વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓ જજ અને નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. તેમણે હાજર સંખ્યાનું સત્યાપન કર્યું હતું. આખા કાર્યક્રમનું ડ્રોન કેમેરાથી વીડિયો શૂટિંગ અને જીઓ ટેગ દ્વારા ફોટોગ્રાફી પણ કરાઈ હતી.
વિદ્યાભારતની પ્રદેશ મંત્રી રઘુવીર ખાંભલાએ જણાવ્યું કે, આપણી આઝાદીના આંદોલનનો મુખ્ય નારો હતો, અને આઝાદીના આંદોલનને બળ પુરુ પાડનારુ જે ગીત હતું, એ ગીત એટલે વંદેમાતરમ. આ ગીતમાં શબ્દો છે, “કોટિ કોટિ કંઠ, કલકલનિનાદકરાલે” એટલે કે કરોડો લોકો પોતાના કંઠેથી આ ગીત ગાઈ, તો આજે ભારત ભરમાંથી કરોડોની સંખ્યામાં ભારત માતાનો દરેક સંતાન સામુહિક વંદેમાતરમ ગાનમાં સહભાગી બની ઇતિહાસ રચવા પોતાનું સુક્ષ્મ યોગદાન આપ્યું હતું.


