Homeગુજરાતીગુજરાતપાલનપુરના જસલેણી ગામે નૈવેદ્ય કરતી વખતે ધૂમાડાને લીધે ભમરાં ઉડીને 20...

પાલનપુરના જસલેણી ગામે નૈવેદ્ય કરતી વખતે ધૂમાડાને લીધે ભમરાં ઉડીને 20 લોકોને કરડ્યાં

પાલનપુર, 21 ઓક્ટોબર, 2026 :  20 people were bitten by wasps due to smoke while offering naivedya જિલ્લાના પાલનપુર તાલુકાના જસલેણી ગામના ખેતરમાં ધાર્મિક પ્રસંગે નૈવેદ કરવા માટે કુટુમ્બના 20થી વધુ લોકો ગયા હતા. દીવો અને ધુપ કરવામાં આવતા ધૂપના ધૂમાડાને લીધે મધમાખીના પુડામાંથી ભમરીયો ઉડતા નૈવેદ માટે બેઠેલા લોકોને ભમરીઓ કરડી હતી. જેમાં 20 થી વધુ લોકોની તબિયત લથડતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, પાલનપુરના જસલેણી ગામના ખેતરમાં નૈવેદ્યની ધાર્મિક વિધિ દરમિયાન ખેતરમાં ધૂપ પ્રગટાવવામાં આવ્યો હતો. ધૂપના ધુમાડાના કારણે અચાનક નજીકમાંથી મોટા પ્રમાણમાં ભમરીઓ ઉડવા લાગી હતી. અને ત્યાં એકત્રિત થયેલા લોકોને કરડવા લાગતા ખેતરમાં હાજર લોકોમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટનામાં 20 થી વધુ લોકોને ભમરા કરડવાના કારણે તેમની તબિયત બગડી ગઈ હતી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક 108 અને ખાનગી વાહનો દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. એકસાથે મોટો સંખ્યામાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતાં હોસ્પિટલ પરિસરમાં પણ ભારે દોડધામ જોવા મળી હતી. આ બનાવની જાણ થતાં જસલેણી ગામમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular