Homeગુજરાતીગુજરાતખાનગી શાળાના સંચાલકો સરકાર સામે મોરચો માંડી શાળા બંધનું એલાન આપશે

ખાનગી શાળાના સંચાલકો સરકાર સામે મોરચો માંડી શાળા બંધનું એલાન આપશે

 અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026 : Private school administrators will fight against the government ગુજરાતના સ્વનિર્ભર શાળાના સંચાલકોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ અનેકવાર સરકારને રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા સ્વનિર્ભર શાળાઓના હિતો, અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર સામે સંગઠનાત્મક અસહકાર આંદોલન કરાશે. અને 9મી ડિસેમ્બરથી બે દિવસીય શાળા બંધાનું એલાન આપવામાં આવશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂત્રોના કહેવા મુજબ સ્વનિર્ભર શાળા સંચાલકોની પડતર માગણીઓ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા આ આંદોલન છેડવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી સરકાર મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરીને યોગ્ય નિરાકરણ ન લાવે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમો અમલમાં રહેશે. FRC અને બોર્ડની કામગીરીનો બહિષ્કાર કરાશે તેમજ તા. 09 અને 10 ડિસેમ્બરે રાજ્યવ્યાપી શાળાઓ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

મહામંડળના પદાધિકારીના જણાવ્યા મુજબ  સ્વનિર્ભર શાળાઓ દ્વારા ફી નિર્ધારણ સમિતિ (FRC) સંબંધિત કોઈપણ પ્રકારની ફી વધારાની દરખાસ્ત, ફાઇલ, સોગંદનામું કે અન્ય દસ્તાવેજો હાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે નહીં. તેમજ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળા રજિસ્ટ્રેશન તેમજ શિક્ષકોના રજિસ્ટ્રેશનની તમામ કામગીરીમાં સ્વનિર્ભર શાળાઓ ભાગ લેશે નહીં. આ અસહકાર બાદ પણ જો સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાના પડતર પ્રશ્નો અંગે કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી તા. 09-12-2026 (બુધવાર) અને તા. 10-12-2026 (ગુરુવાર) એમ સતત 2 દિવસ સુધી રાજ્યવ્યાપી શાળા બંધ પાળવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

​મહામંડળના મહામંત્રી મનહર રાઠોડના કહેવા મુજબ સ્વનિર્ભર શાળા બંધના કાર્યક્રમ અંગેનો અંતિમ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત, પરીક્ષાઓ અને કાયદાકીય પાસાઓને ધ્યાને રાખીને લેવાશે. આ લડત કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓના અસ્તિત્વ, સ્વાયત્તતા અને ભવિષ્યની સુરક્ષા માટે છે. સરકાર સત્વરે વાટાઘાટો શરૂ કરી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવે તેવી અપેક્ષા વ્યક્ત કરાઇ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular