Homeગુજરાતીગુજરાતનર્સિંગ અને પેરા મેડિકલમાં પ્રવેશના 5માં રાઉન્ડમાં સરકારી કોલેજો હાઉસફુલ

નર્સિંગ અને પેરા મેડિકલમાં પ્રવેશના 5માં રાઉન્ડમાં સરકારી કોલેજો હાઉસફુલ

અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Government colleges housefull in 5th round of admissions in nursing રાજ્યમાં  નર્સિંગ અને પેરામેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 5માં રાઉન્ડમાં સરકારી કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. પ્રવેશના 5માં રાઉન્ડમાં 299 વિદ્યાર્થીઓને નવી બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે 86 વિદ્યાર્થીઓની અગાઉની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સરકારી સંસ્થાઓની કુલ 2,489 બેઠકોમાંથી તમામ બેઠકો ભરાઈ ગઈ છે. જોકે, હવે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ 29 ઓક્ટોબર સુધી ફી ભરીને 30 ઓક્ટોબર સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે.

 રાજ્યમાં નર્સિંગ અને પેરા મેડિકલની વિવિધ શાખાઓમાં ખાલી બેઠકો પર પ્રવેશની 5મા રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ 2026-27 માટે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પાંચમાં રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પાંચમાં રાઉન્ડમાં કુલ 3,341 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કર્યું હતું. જેમાં 299 વિદ્યાર્થીઓને નવી સીટ જ્યારે 86 વિદ્યાર્થીઓની અગાઉ ફાળવેલી સીટમાં ફેરફાર થયો છે. સરકારી સંસ્થાઓમાં સહાયક નર્સિંગ (ANM), સ્નાતક ઑડિયોલોજી અને સ્પીચ-લેંગ્વેજ પેથોલોજી (BASLP), સ્નાતક ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ, સ્નાતક ફિઝિયોથેરાપી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ અને જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇફરી સહિતના અભ્યાસક્રમોની કુલ 2,489 બેઠકો હતી. જેમાં તમામ સંસ્થાની મંજૂર થયેલી તમામ બેઠકો ભરાઈ ગઈ છે.

પ્રવેશના 5માં રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આગામી 29 ઓક્ટોબર સુધી ઓનલાઈન અને ઓફલાઇન ફી ભરી શકશે. વિદ્યાર્થીઓ 29 ઓક્ટોબરના બપોરે 3.30 વાગ્યા બાદ ઓનલાઇન અને ઑફલાઈન ફી ભરી શકશે નહીં. તેમજ ફી ભર્યા બાદ વિદ્યાર્થીઓએ 30 ઓક્ટોબર સુધીમાં માન્ય કરેલા હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular