ગાંધીનગર, 29 ઓક્ટોબર, 2026 : PM Kisan Utsav to be held tomorrow under the chairmanship of Modi, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત પૂર્વે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચીને વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનના હસ્તે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ૨૪મા હપ્તા હેઠળ સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય મળશે, જે પૈકી એકલા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ભીલડી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અનેક મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે તૈયાર ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBRC)નું લોકાર્પણ, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા ૨ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તથા બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT – ASRSનું ઇ-લોકાર્પણ સમાવિષ્ટ છે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમનું સમગ્ર દેશ તથા ગુજરાતના ખૂણે-ખૂણામાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૩૪ જિલ્લા કક્ષાના તેમજ ૨,૧૦૦થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે,


