Homeગુજરાતીગુજરાતસુરતમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગી, ભારે ધડાકાથી લોકોમાં નાસભાગ મચી

સુરતમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગી, ભારે ધડાકાથી લોકોમાં નાસભાગ મચી

સુરત, 4 નવેમ્બર, 2026 : Fire breaks out at firecracker stall શહેરના કિરણ ચોક નજીક બાપા સીતારામ ફાર્મ પાસે ફટાકડાના સ્ટોલમાં આગ લાગતા આજુબાજુના ફટાકડાના બીજા સ્ટોલમાં પણ આગ પ્રસરી હતી.  ફટાકડાના સ્ટોલમાં આગથી ઉપરાઉપરી પ્રચંડ ધડાકા થવા લાગતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો અને રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે, શહેરના કિરણ ચોક નજીક બાપા સીતીરામ ફાર્મ પાસે જાહેર રોડ સાઈડ પર ફટાકડાના સ્ટોલ તેમજ પથરણા પાથરીને શ્રમજીવીઓ દ્વારા ફટાકડાનું વેચાણ કરવામાં વેચાણ કરવામાં આવે છે. ત્યારે એક ફટાકડાના સ્ટોલમાં કોઈ કારણસર આગ લાગતા ફટાકડા અને રોકેટ ઊડીને આજુબાજુના ફટાકડાના સ્ટોલ અને પથરણામાં ઘૂંસી જતા આગ વધુ પ્રસરી હતી. આગને લીધે  આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને રોકેટ સહિતના ફટાકડા ચારેબાજુ ફૂટવા માંડ્યા હતા. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને નજીકમાં પાર્ક કરેલા વાહનોના ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓ વાહનો સુધી ન પહોંચે તે માટે કેટલાક જાગૃત લોકોએ જીવના જોખમે પોતાના વાહનો ત્યાંથી તાત્કાલિક ખસેડી લીધા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે આગ વધુ રહેણાંક કે વ્યાપારી વિસ્તારમાં ફેલાતી અટકી હતી અને મોટી જાનહાની ટળી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular