ભૂજ, 10 નવેમ્બર,2026 : Two bikers killed in car collision, mob sets car on fire તાલુકાના નારાણપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવને લીધે આજુબાજુના સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. રોષે ભરાયેલા ટોળાંએ કારને આગ ચાંપી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. આ બનાવની જાણ થતાં માનકુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, કચ્છના ભૂજ તાલુકાના નારાણપર ગામ નજીક હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકસવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના સ્થાનિક લોકોનું ટોળું એકટું થઈ ગયું હતું. અને બાઈકસવાર બન્ને યુવાનોના મોતથી લોકો ઉશ્કેરાયા હતા. દરમિયાન મૃતકોના સ્વજનો પણ દોડી આવ્યા હતા. અને ઉશ્કેરાયેલા લોકોના ટોળાંએ અકસ્માતમાં સંડોવાયેલી કારને નિશાન બનાવી હતી. ટોળાએ કારને આગ ચાંપી દેતાં જોતજોતામાં વાહન આગની લપેટમાં આવી ગયું હતું અને સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું.
આ બનાવની જાણ થતાં માનકુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડીને રાઉન્ડઅપ કર્યો છે. આ અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીના કારણે સર્જાયો તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવા પાછળના કારણો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








