Homeગુજરાતીગુજરાતસુરતમાં સત્યનારાયણ નગરના કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ

સુરતમાં સત્યનારાયણ નગરના કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ

સુરત, 14 નવેમ્બર, 2026 : A massive fire broke out in a textile godown શહેરના ઉન વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગર વિસ્તારમાં એક કપડાના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી.  ગોડાઉનમાં મોટી માત્રામાં કાપડ અને ચિંદીનો જથ્થો સંગ્રહિત હોવાને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને ફાયર વિભાગને જાણ કરાતા 11 જેટલા લાયબંબા સાથે ફાયરફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉન વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગર વિસ્તારમાં એક કપડાના ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ગોડાઉનની આસપાસ જ ગીચ રેસિડેન્શિયલ વિસ્તાર આવેલો હોવાથી લોકોમાં મોટો ડર ફેલાયો હતો. આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા હતા. પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજુબાજુના મકાનો અને ફ્લેટ્સમાં રહેતા લોકો તાત્કાલિક પોતપોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.

આગની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને નવ અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી કુલ 11 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ મોરચો સંભાળીને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. રેસિડેન્શિયલ વિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા, જેને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ ઊભી ન થાય તે માટે પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું હતું. ભીડને નિયંત્રિત કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે બેથી ત્રણ પીસીઆર વાન ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને ટ્રાફિક નિવારવાનું અને લોકોને સુરક્ષિત અંતરે રાખવાનું કાર્ય કર્યું હતું. સદનસીબે, આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી,

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img