સુરેન્દ્રનગર, 15 નવેમ્બર, 2026 : Ecocar hits pedestrians on Limbdi-Dhandhuka highway જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર બોરણા ગામ નજીક ડૂંગર તળાવ પાસે ભાવનગરથી પગપાળા યાત્રા કરીને રણુજા રામદેવરા જઈ રહેલા પદયાત્રીઓને ઈકોકારે અડફેટે લેતા ચાર પદયાત્રીઓ ઘવાતા સારવાર માટે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં બે યાત્રીઓની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક ઈક્કો કારની ટક્કરથી 4 પદયાત્રીઓ ધવાયા હતા. ભાવનગરથી 25થી વધુ પદયાત્રીઓનો સંઘ રામદેવરા તરફ જઈ રહ્યો હતો. આ સંઘે બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પદયાત્રા શરૂ કરી હતી, તે દરમિયાન ઈક્કો કારે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ટીમના ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને લીંબડી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં MLC નોંધવામાં આવી છે અને પોલીસે સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતમાં ઘવાયેલા ધારાભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરથી પગપાળા યાત્રા કરીને રણુજા રામદેવરા જઈ રહ્યા હતા. 25 જણના સંઘમાં 4 લોકો પાછળ ચાલી રહ્યા હતા અને પોતાની સાઈડમાં જતા હતા ત્યારે ઈક્કો કારચાલકે તેમને અડફેટે લીધા હતા.








